Skip to main content

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

Gujarat Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર હવે ગુજરાત સુધી પહોંચી શકે છે. હવામાનના વિવિધ મોડલ અને હવામાન વિભાગની આગાહી મુજબ 31 જુલાઈથી રાજ્યમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હાલમાં ઓડિશા, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાનના કેટલાક મોડલ મુજબ આ સિસ્ટમ પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી શકે છે.  હવામાનના મોડલ મુજબ રાજ્યમાં 31 જુલાઈથી ફરી ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.

હવામાનના મોડલ અનુસાર દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી સારો વરસાદ નોંધાઈ શકે છે.

હવામાન વિભાગે 30 જુલાઈથી ગુજરાત રિજનના અનેક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, તેવી આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમની અસર જુલાઈના અંતથી શરૂ થઇને 3 કે 4 ઓગસ્ટ  સુધી  રહેવાની  શક્યતા છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પણ ચાલુ રહી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના અનુમાન મુજબ છોટાઉદેપુર, ડાંગ, પંચમહાલ, દાહોદ, નર્મદા, સુરત, વલસાડ, તાપી, ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

31 જુલાઈએ ક્યાં કેટલું એલર્ટ?

31 જુલાઈથી રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિ વધુ સક્રિય બનશે. ખાસ કરીને છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન શુક્રવારથી લાંબા સમયથી વરસાદથી વંચિત રહેલા કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...