Skip to main content

Leopard Attack: છોટાઉદેપુરના બોડેલીમાં દીપડાનો આતંક, ઘરઆંગણે રમતી 4 વર્ષની બાળકીને ફાડી ખાધી

Chhotaudepur Leopard Attack: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સ્થિત મોટા વાજપુર ગામે ઘર આંગણે રમતી 4 વર્ષીય માસૂમ બાળકી ભવ્યા પર અચાનક હિંસક દીપડાએ હુમલો કરી દીધો હતો. દીપડાના તીક્ષ્ણ પંજા અને બચકાંથી ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું કરૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી, શોક અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

મોટા વાજપુર ગામમાં સાંજના સમયે ભવ્યા નામની માસૂમ બાળકી પોતાના ઘરના આંગણામાં નિશ્ચિંત થઈને રમી રહી હતી. તે જ સમયે નજીકના ઝાડી-ઝાંકરામાંથી અચાનક ધસી આવેલા હિંસક દીપડાએ બાળકી પર તરાપ મારી હતી. દીપડો માસૂમ બાળકીને ગળાના ભાગેથી મોંમાં દબાવીને અંધારામાં ઝાડીઓ તરફ ખેંચી જવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. બાળકીની ચીસાચીસ અને બુમરાણ સાંભળીને પરિવારજનો તેમજ આસપાસના ગ્રામજનો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ એકઠા થઈને ભારે બૂમાબૂમ કરી દીપડાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી દીપડો બાળકીને લોહીલુહાણ હાલતમાં છોડીને જંગલ તરફ ભાગી છૂટ્યો હતો. જોકે, ગળા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે 4 વર્ષીય ભવ્યાએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. આ કાળજું કંપાવી દે તેવી ઘટનાથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

Leopard Attack: છોટાઉદેપુરના બોડેલીમાં દીપડાનો આતંક, ઘરઆંગણે રમતી 4 વર્ષની બાળકીને ફાડી ખાધી

આ કરૂણ બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ તુરંત મોટા વાજપુર ગામે દોડી આવી હતી. વન વિભાગ દ્વારા હુમલાખોર દીપડાને તાત્કાલિક પકડવા માટે વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવ્યા છે તેમજ ટ્રેકર ટીમ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે વન વિભાગ પાસે માંગ કરી છે કે દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે. તંત્ર દ્વારા ગ્રામજનોને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...