Skip to main content

Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી

Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો છે. જોકે, આ અકસ્માતમાં હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર  ગઈકાલે સુરેન્દ્રનગરના પીપળા અને બૈસાબગઢ વચ્ચે ઘટના બની હતી. હિંગળાજ માતાના દર્શનેથી પરત ફરતી વખતે સાપ આડો ઉતરતા હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી હતી. હકાભા ગઢવીની કારની પાછળ જ અન્ય એક ગાડીમાં તેમના મિત્રો પણ આવી રહ્યા હતા. અકસ્માતની જાણ થતા જ પાછળથી આવતા મિત્રોએ ત્વરિત હકાભા ગઢવીને કારમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે અકસ્માતમાં  હકાભા ગઢવીને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહેતા તેમના ચાહકો અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર

ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા સવારે 7:00 AM થી 10:00 AM સુધીનું નાઉકાસ્ટ (Nowcast) જાહેર કરવામાં આવ્યું છે. આગામી 3 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો....ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન

હવામાન વિભાગે અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદ એમ 6 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં 41 થી 61 kmph ની ઝડપે ફુંકાતા પવન સાથે વરસાદ પડી શકે છે.

જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યું છે.

અમદાવાદમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ અને વરસાદ
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. શહેરના વસ્ત્રાપુર, શ્યામલ, એસજી હાઇવે, પ્રહલાદ નગર, ગોતા, વૈષ્ણવદેવી અને વેજલપુર જેવા વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ નોંધાયો છે.

વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે સવારના સમયે વિઝિબિલિટી (Visibility) ખૂબ જ ઘટી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને દિવસ દરમિયાન પણ હેડલાઈટ ચાલુ રાખીને વાહનો ચલાવવાની ફરજ પડી હતી. વહેલી સવારે જ વરસાદને કારણે રસ્તાઓ પર વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો. જો આગામી કલાકોમાં વધુ ધોધમાર વરસાદ પડશે તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતા જોવા મળી રહી છે.

મોરબી અને નવસારીમાં પણ ધોધમાર વરસાદ
મોરબી: મોરબીના માળીયા તાલુકા અને તેના ગ્રામ્ય વિસ્તારો જેવા કે વેજલપર, ખાખરેચી અને જુનાઘાટીલામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદને કારણે વિસ્તારના ખેડૂતોમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નવસારી: બીજી તરફ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ગણદેવી તાલુકામાં ફરી વરસાદ શરૂ થયો છે. તાજેતરમાં જ આવેલ પૂરની સ્થિતિ બાદ ફરીથી ધોધમાર વરસાદ શરૂ થતાં સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...