Skip to main content

ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો હળવો વરસાદ રહેવાની શક્યતા છે. બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો હળવો વરસાદ રહી શકે છે.

આ પણ વાંચો...નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદની શક્યતા ઊભી થઈ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં સરેરાશ  701 mm વરસાદ પડે છે જેની સામે આ વર્ષે 637 mm વરસાદ નોંધાયો છે, એટલે કે રાજ્યમાં 9% વરસાદની ઘટ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધી 22% વરસાદની ઘટ નોંધાઈ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં બુધવારથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી પાસે વધુ એક સિસ્ટમ સક્રિય થતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહીસાગરમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ

મહીસાગર જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જિલ્લાના લુણાવાડા તેમજ અન્ય તાલુકાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાદળછાયા વાતાવરણની સાથે પવનની ગતિમાં પણ વધારો થયો છે.

મહીસાગર જિલ્લામાં પૂરતો વરસાદ વરસ્યો નથી. ત્યારે આ રીતે વાતાવરણમાં આવેલા પલટાને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. વાદળછાયા વાતાવરણના કારણે પાકમાં જીવાત પડવાની શક્યતાને લઈને પણ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામ યાત્રા સ્થગીત

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ફરી એકવાર ચારધામ યાત્રા સ્થગીત કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઝારખંડમાં 6 ફ્લાઈટ રદ

ઝારખંડમાં પણ ભારે વરસાદના કારણે એરપોર્ટ પર 6 ફ્લાઈટ રદ કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદના કારણે શાળાઓ પણ બંધ કરવામાં આવી છે. ભારે વરસાદની અસર ગંગા એક્સપ્રેસ વે પર પણ જોવા મળી છે. 36 હજાર કરોડના ખર્ચે બનાવાયેલો ગંગા એક્સપ્રેસ વે ભારે વરસાદના કારણે સ્વિમિંગ પુલમાં ફેરવાયો હોય તેવો નજારો જોવા મળ્યો છે.

રાજસ્થાનના નાગૌરમાં ભારે વરસાદથી પાકને નુકસાન

રાજસ્થાનના નાગૌરમાં ભારે વરસાદ પડ્યો છે. તેજ પવન સાથે વરસાદ પડતા પાકને પણ નુકસાન થયું છે. નાગૌરના માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલી જણસ પણ પલળી ગઈ છે. જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે.

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને તોફાનનો કહેર

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને તોફાનના કારણે સ્થિતિ ગંભીર બની છે. છેલ્લા 2 દિવસમાં 19 લોકોના મોત થયા છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઈ છે. લખીમપુર ખીરી અને ગોરખપુરમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે અયોધ્યામાં 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. યુપીના ગોરખપુરમાં મુશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.ગોરખપુરના પોશ વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદને પગલે પ્રશાસન દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...