Gujarat Rain Alert: રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક તંત્ર દ્વારા પણ જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ

રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. આ વર્ષે રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતા સાત ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જોકે, આગામી દિવસોમાં પડનારા વરસાદથી વરસાદની ઘટમાં થોડો ઘટાડો થઈ શકે છે. ખેડૂતો અને નાગરિકોને સ્થાનિક હવામાનની આગાહી પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય શરૂ

બીજી તરફ રાજસ્થાનના વધુ કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધી રહી છે. દેશના અન્ય વિસ્તારોમાં પણ ચોમાસાની સ્થિતિમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વચ્ચે ચોમાસાની વિદાયની પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે તેના પર પણ નજર રહેશે.

આ પણ વાંચો- Rain Alert: દેશના આ રાજ્યોમાં આજે વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

ચોમાસાને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2થી 3 દિવસમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે. ચોમાસાની વિદાય પહેલાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ જોવા મળી શકે છે. નૈઋત્યના ચોમાસાએ 19મી સપ્ટેમ્બર 2026ના રોજ વિદાય લેવાની શરૂઆત કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ત્રણ-ચાર દિવસમાં એટલે કે 23મી સપ્ટમ્બેર સુધીમાં ચોમાસુ પરત ખેંચાય તે માટે સાનુકૂળ સંજોગો હોવાનું પણ જણાવાયું છે.  હાલમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી બે દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Comments
Post a Comment