Skip to main content

ગુજરાતના MSME માટે નવી સહાય યોજના જાહેર:માઇક્રો-સ્મોલ ઉદ્યોગોને મૂડીથી ટેક્નોલોજી સુધી સરકારની મદદ, કેટેગરી-Aમાં 45% સુધી પ્રોત્સાહન; થ્રસ્ટ સેક્ટરમાં 50% સુધી લાભ

https://ift.tt/DJzOolm ગુજરાત સરકારે Viksit Gujarat Industrial Policy-2026 હેઠળ માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) માટે નવી સહાય યોજના જાહેર કરી છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા 25 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલી આ યોજના 1 જૂન, 2026થી અમલમાં આવી છે અને 31 મે, 2031 સુધી પાંચ વર્ષ માટે અમલમાં રહેશે. નવી યોજના હેઠળ MSMEને મૂડી રોકાણ, વ્યાજ, વીજળી સહિત વિવિધ ક્ષેત્રોમાં નાણાકીય સહાય અને પ્રોત્સાહન આપવામાં આવશે. કેટેગરી પ્રમાણે EFCI પર પ્રોત્સાહન યોજના હેઠળ પાત્ર MSMEને Eligible Fixed Capital Investment (EFCI) ના આધારે સહાય આપવામાં આવશે. કેટેગરી-A વિસ્તારમાં 45% સુધી અને કેટેગરી-B વિસ્તારમાં 35% સુધી વિવિધ પ્રોત્સાહનોનો લાભ મળી શકશે. જ્યારે પસંદગીના Thrust Sectorમાં આવતા ઉદ્યોગો માટે કુલ સહાયની મર્યાદા અનુક્રમે 50% અને 45% સુધી રહેશે. મૂડી, વ્યાજ અને પાવર ટેરિફમાં સહાય નવી યોજનામાં ઉદ્યોગોને માત્ર મૂડી રોકાણ પૂરતી સહાય નહીં, પરંતુ વ્યાજ સબસિડી અને પાવર ટેરિફ સબસિડી જેવા લાભો પણ આપવામાં આવ્યા છે. ઉદ્યોગોના આધુનિકીકરણ, વિસ્તરણ અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પણ નીતિમાં પ્રોત્સાહનની જોગવાઈ કરવામાં આવી છે. નવા કર્મચારીઓના EPFનું 5 વર્ષ સુધી રિઇમ્બર્સમેન્ટ રોજગારી સર્જનને પ્રોત્સાહન આપવા માટે નવા કર્મચારીઓ સંબંધિત EPF ખર્ચનું પાંચ વર્ષ સુધી રિઇમ્બર્સમેન્ટ કરવાની જોગવાઈ છે. સાથે જ ગુજરાતમાં સ્થાનિક રોજગાર વધે તે માટે ઉદ્યોગોના કુલ કર્મચારીઓમાંથી ઓછામાં ઓછા 85% ગુજરાત ડોમિસાઇલ હોવાની શરત રાખવામાં આવી છે. મહિલા ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપને વધારાનો લાભ મહિલા ઉદ્યોગસાહસિકો તથા સ્ટાર્ટઅપ્સને પણ નીતિમાં વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આવા પાત્ર ઉદ્યોગોને સામાન્ય લાભ ઉપરાંત 1% વધારાની વ્યાજ સબસિડી મળવાની જોગવાઈ કરવામાં આવી છે. ટેક્નોલોજીથી પેટન્ટ સુધી અનેક ક્ષેત્રમાં સહાય MSMEને ટેક્નોલોજીકલ રીતે સક્ષમ બનાવવા માટે ટેક્નોલોજી અપગ્રેડેશન, પેટન્ટ, ERP અને ICT અપનાવવા, ગુણવત્તા પ્રમાણપત્ર મેળવવા, ઊર્જા અને પાણીની બચત સહિતના વિવિધ ખર્ચ માટે પણ સહાયની જોગવાઈ છે. સરકારનો હેતુ MSMEને પરંપરાગત નાના-મધ્યમ વ્યવસાયની મર્યાદામાંથી બહાર લાવી વધુ ટેક્નોલોજી આધારિત અને સ્પર્ધાત્મક ઉદ્યોગ તરીકે વિકસાવવાનો છે. વિસ્તરણ અને વૈવિધ્યકરણ કરનારા ઉદ્યોગોને પણ લાભ નીતિમાં હાલના ઉદ્યોગો માટે Expansion અને Diversificationને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. દસ્તાવેજ મુજબ નવા પ્રોજેક્ટ માટે અલગથી ઓળખી શકાય તેવું ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હોવું જરૂરી રહેશે. હાલના ઉદ્યોગ દ્વારા અન્ય સ્થળે વિસ્તરણ કરવામાં આવે તો નિર્ધારિત શરતો પૂર્ણ થવા પર તેને નવા યુનિટ તરીકે ગણવાની જોગવાઈ પણ છે. સરકારના જણાવ્યા મુજબ, MSME ક્ષેત્રને ટેક્નોલોજી, નાણાં, બજાર, કૌશલ્ય વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડીને ગુજરાતમાં રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...