Gujarat Lawyer Strike: રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા ભાડા વિધેયકના વિરોધમાં સમગ્ર ગુજરાતના વકીલો આક્રમક મૂડમાં આવી ગયા છે. આ વિધેયક સામે વિરોધ નોંધાવવા માટે વકીલોએ આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વકીલોની આ લડતને હવે ગુજરાત બાર કાઉન્સિલ અને ગુજરાત બાર એસોસિએશને પણ પોતાનું પૂર્ણ સમર્થન જાહેર કરી દીધું છે.

ગુજરાત બાર એસોસિએશનના પ્રમુખ પી.ડી. પટેલે જણાવ્યું હતું કે, હાલમાં જ રાજ્યની 90 ટકા કોર્ટમાં હડતાળ ચાલી રહી છે અને હવે ગુજરાતના 1 લાખથી વધુ વકીલો કામગીરીથી અળગા રહીને આ કાયદાનો સખત વિરોધ કરશે. જ્યાં સુધી સરકાર દ્વારા આ વિધેયક પાછું ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાળ યથાવત રાખવાની ચીમકી આપવામાં આવી છે. હડતાળ દરમિયાન રાજ્યના તમામ વકીલ મંડળો કોર્ટ પરિસરની બહાર વિવિધ વિરોધ પ્રદર્શનો અને કાર્યક્રમો યોજશે.

આ પણ વાંચો...Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન

બીજી તરફ, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ પણ વકીલોની આ લડતને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. તેમણે સરકારના આ નિર્ણય સામે ગંભીર સવાલો ઉઠાવતા કડક શબ્દોમાં કહ્યું હતું કે, વિધાનસભા પાસે કોર્ટના પાવર છીનવી લેવાની કોઈ સત્તા નથી. આ નવો કાયદો સરકારી અધિકારીઓને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવાનું લાઈસન્સ આપવા સમાન છે.

યતીન ઓઝાએ જાહેરાત કરી હતી કે હાઈકોર્ટના વકીલો પણ આગામી બે દિવસ (સોમવાર અને મંગળવાર) આ હડતાળમાં સક્રિયપણે જોડાશે. આગળની રણનીતિ નક્કી કરવા માટે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની એક મહત્વપૂર્ણ બેઠક પણ બોલાવવામાં આવી છે. આ હડતાળના કારણે રાજ્યભરની અદાલતોમાં કામગીરી ઠપ્પ થઈ જવાની અને અસંખ્ય અરજદારોને મુશ્કેલી વેઠવી પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ગુજરાત ભાડા વિધેયકમાં પ્રસ્તાવિત જોગવાઈ

ભાડા કરાર ફરજિયાત લેખિત હોવો

મકાનમાલિક ત્રણ મહિનાના ભાડાથી વધુ ડિપોઝીટ નહીં લઈ શકે

મકાન ખાલી કર્યા બાદ માન્ય કપાત કરી એક મહિનામાં ડિપોઝીટ પરત કરવી પડશે

મકાનમાલિક પાણી, વીજળી, ગેસ, લિફ્ટ કે પાર્કિંગ જેવી આવશ્યક સેવા મનસ્વી રીતે બંધ નહીં કરી શકે

મકાનમાં પ્રવેશતા પહેલા સામાન્ય રીતે 24 કલાકની લેખિત નોટિસ આપવી પડશે

ભાડું ન ચૂકવવાના કારણે તરત જ મકાન ખાલી કરાવી શકાશે નહીં

સતત બે મહિના સુધી ભાડું નહીં ચૂકવાય તો મકાન ખાલી કરાવવા કાર્યવાહી કરી શકાશે

મકાન માલિકની જવાબદારી

માળખાગત સમારકામ

(ભાડુઆતે કરેલા નુકસાન સિવાય)

ચૂના-રંગકામ

બારી-બારણાનું રંગકામ

નળ અને પાઈપનું જરુરી બાંધકામ

આંતરિક અને બાહ્ય વિદ્યુત વાયરિંગની જાળવણી

ભાડુઆતની જવાબદારી

નળના વોશર અને નળ બદલવા

ગટર સાફ કરવી

શૌચાલય, વોશ બેસિન, બાથટબ અને ગીઝરનું સમારકામ કરવું

સ્વીચ, સોકેટ અને વિદ્યુત ઉપકરણોની જાળવણી કરવી

રસોડાના ફિટીંગ્સ, દરવાજા, બારીના હેન્ડલ, તાળા અને કાચની પેનલની જાળવણી

ખાસ ઓથોરિટીની રચના કરાશે

મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચેના તકરારના કાયદાકીય ઉકેલ માટે ખાસ ઓથોરિટીની રચના કરવામાં આવશે. વિવાદ ઉકેલવા માટે રેન્ટ ઓથોરિટીના વડા તરીકે ડેપ્યુટી કલેક્ટર અથવા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરથી નીચા દરજ્જાના અધિકારીની નિમણૂંક કરવામાં આવશે નહીં. રેન્ટ કોર્ટનું નેતૃત્વ એડિશનલ કલેક્ટર અથવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી કરશે. સામાન્ય રીતે બંને પક્ષો વચ્ચેના વિવાદના કેસનો 60 દિવસની અંદર આખરી નિકાલ કરવામાં આવશે.

Comments
Post a Comment