Skip to main content

ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે શહેરના 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાનારા મતદાનને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. તમામ 295 મતદાન મથકો પર ચૂંટણીલક્ષી પ્રક્રિયા આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. જોકે, મતદાનના છેલ્લા કલાકો વચ્ચે નવરાત્રિમાં ગરબાના સમયગાળા અને સનાતન ધર્મના મુદ્દે સ્થાનિક રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીખો વાકપ્રહાર જોવા મળી રહ્યો છે.

ચૂંટણી તંત્રની તૈયારીઓ અને વ્યવસ્થા
ગાંધીનગરના સેક્ટર-15 સ્થિત સરકારી વાણિજ્ય કૉલેજ ખાતે ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. અહીંથી 39 વિશેષ બસો દ્વારા 11 વોર્ડના મતદાન મથકો સુધી EVM, મતદાન કુટિર અને જરૂરી ચૂંટણી સાહિત્ય સાથે પોલિંગ સ્ટાફને રવાના કરવામાં આવશે. મતદાન પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આશરે 1570 કર્મચારીઓ ફરજ બજાવશે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો...PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

ટેકનિકલ ખામીઓને પહોંચી વળવા માટે 10 ટકા EVM મશીનો રિઝર્વ રાખવામાં આવ્યા છે અને કોઈ આકસ્મિક સ્થિતિ માટે 15 ટકા તાલીમબદ્ધ સ્ટાફને સ્ટેન્ડબાય રખાયો છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 6ના 17 મતદાન મથકો પર ઉમેદવારોની સંખ્યા વધુ હોવાના કારણે બે-બે બેલેટ યુનિટ ફાળવવામાં આવ્યા છે. તમામ EVMનું મોક પોલ, ટેસ્ટિંગ અને સીલિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

નવરાત્રિ અને ગરબાના મુદ્દે રાજકારણ ગરમાયું

ભાજપના શહેર અધ્યક્ષ ડો. આશિષ દવેનો પ્રહાર:
ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. આશિષ દવેએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે દેશની જનતા સનાતન ધર્મમાં માને છે અને શક્તિની આરાધના કરવો સૌનો અધિકાર છે. ભૂતકાળમાં પણ નવરાત્રિમાં ગરબાનો સમય વધારવાનો પ્રસંગ આવ્યો ત્યારે કેટલાક તત્વોએ વિરોધ કર્યો હતો. ગાંધીનગર મનપાના પ્રચાર દરમિયાન પણ કેટલાક લોકોએ આ જ પ્રકારનો સૂર વ્યક્ત કર્યો હતો, જેને ગાંધીનગરની જનતા ક્યારેય માફ નહીં કરે.

કોંગ્રેસ ચૂંટણી પ્રભારી જગત શુક્લાનો પલટવાર:
કોંગ્રેસના મહાનગરપાલિકા ચૂંટણી પ્રભારી જગત શુક્લાએ પલટવાર કરતા જણાવ્યું કે, નવરાત્રિમાં ગરબા ક્યાં સુધી ચાલુ રાખવા તેની સત્તા કોર્પોરેટરો પાસે હોતી નથી. સનાતન ધર્મમાં નવરાત્રિનું શું મહત્વ છે તે જનતા સારી રીતે જાણે છે, તેથી ભાજપ લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે. તેમણે ઉમેર્યું હતું કે માલધારી સમાજની સભામાં નાયબ મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે જો કોંગ્રેસના ઉમેદવારો જીતશે તો રાત્રે 12:00 વાગ્યા પહેલા ગરબા બંધ કરાવી દેશે, જે માત્ર આરોપબાજી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...