સાસણ-ગીરમાં આવતીકાલથી પ્રવાસીઓ માટે ખુલશે સિંહ દર્શન:16 ઓક્ટોબરના બદલે 9 ઓક્ટોબરથી જ જંગલ સફારી શરૂ કરવાનો નિર્ણય, ઓનલાઇન પરમિટ બુકિંગ શરૂ
https://ift.tt/mUHQuK4
ગીર જંગલમાં સિંહ દર્શનની આતુરતાથી રાહ જોઈ રહેલા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. સાસણ-ગીરમાં ચોમાસાના વિરામ બાદ આવતીકાલે, 9 ઓક્ટોબરથી ગીર જંગલ સફારીનો પ્રારંભ કરવામાં આવશે. સામાન્ય રીતે 16 ઓક્ટોબરથી શરૂ થતી જંગલ સફારી આ વર્ષે એક સપ્તાહ વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગીરના ગાઢ જંગલમાં વિહરતા સાવજોને નિહાળવા માટે પ્રવાસીઓ હવે ફરીથી ગીર સફારીનો આનંદ માણી શકશે. 267 ચોરસ કિલોમીટરનો ટુરિઝમ ઝોન પ્રવાસીઓ માટે ખુલશે
ગીરના આરક્ષિત જંગલ વિસ્તારમાં આવેલા આશરે 267 ચોરસ કિલોમીટરના ગાઢ જંગલને સેન્ચુરી અભયારણ્યના ટુરિઝમ ઝોન તરીકે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. ગુજરાતના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનના દિશાનિર્દેશ અનુસાર 16 ઓક્ટોબરથી શરૂ થનારી ગીર જંગલ સફારીને એક સપ્તાહ વહેલી એટલે કે 9 ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ચોમાસાના વિરામ બાદ ફરીથી જંગલમાં સફારી શરૂ થતાં પ્રવાસીઓને સિંહ સહિત ગીરની વન્યજીવ સૃષ્ટિ નિહાળવાની તક મળશે. ઓનલાઇન પરમિટ બુકિંગ શરૂ
સિંહ દર્શન માટે પ્રવાસીઓનું ઓનલાઇન પરમિટ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રવાસીઓ વન વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ-ગીર માટે પરમિટ બુક કરાવી શકશે. પરમિટ માટે ગીર સફારીની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન બુકિંગ કરી શકાશે. વન વિભાગે પ્રવાસીઓને સત્તાવાર વેબસાઇટ પરથી જ બુકિંગ કરવા અપીલ કરી
સાસણ વન્યપ્રાણી વિભાગના DCF અગ્નેશ્વરકુમાર વ્યાસે જણાવ્યું હતું કે પ્રવાસીઓએ વન વિભાગની સત્તાવાર વેબસાઇટ https://ift.tt/9vYsXES પરથી જ સફારીની પરમિટ બુક કરાવવી. અગાઉ 3 ઓક્ટોબરથી સફારી શરૂ કરવા અંગે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને હોટલ એસોસિએશન સાથેની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, વહીવટી કારણોસર સફારી શરૂ કરવામાં છ દિવસનો વિલંબ થયો હતો. ચોમાસા બાદ પ્રવાસીઓને આવકારવા તંત્ર સજ્જ
હવે 9 ઓક્ટોબરથી ગીર જંગલ સફારી શરૂ કરવામાં આવી રહી છે. સાસણ વન્યપ્રાણી વિભાગ દ્વારા ચોમાસાના વેકેશન બાદ ગીરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને આવકારવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. સફારી શરૂ થતાં આગામી દિવસોમાં સાસણ-ગીરમાં પ્રવાસીઓની અવરજવર વધવાની સાથે સ્થાનિક પ્રવાસન વ્યવસાયને પણ વેગ મળવાની શક્યતા છે.
Comments
Post a Comment