અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી મુજબ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર ગીર સોમનાથમાં ખાબકી શકે છે હળવોથી મધ્યમ વરસાદ. તો નવસારી, દમણ, વલસાડ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન છે. વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા.

સૌરાષ્ટ્રના ખેડૂતો પર માવઠાનો માર
અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. અચાનક પડેલા વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન સહિતના તૈયાર પાકને નુકસાનીની ભીત સેવાઈ રહી છે.

આ પણ વાંચો...Sardar Patel 151st Birth Anniversary: એકતા દિવસના અવસરે PM મોદી આપશે વિકાસ કાર્યોની ભેટ

વડિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે આફતનો વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદ વરસતા માર્ગો પાણી પાણી થયા હતા. અમૂક વિસ્તારમાં વીજળી ડુલ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેતીને નુકસાનની સંભાવના છે.

બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. હડાળા, માવજીજવા, પીઠડીયા, ખારી, ડેરી પીપરીયા સહિતના ગામમાં કમોસમી વરસાદથી ખેતીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કુકાવાવમાં વરસાદ પડ્યો હતો.

અમરેલી જિલ્લાના સકરવા ગામે વીજળી પડતાં મહિલાનું મોત થયું છે. કમોસમી વરસાદ દરમિયાન આકાશી વીજળી ત્રાટકતા મહિલાએ જીવ ગુમાવ્યો છે. ખેત મજૂરી કરી રહેલાં માધીબેન મકવાણા પર વીજળી પડતાં મૃત્યુ થયું હતું.

રાજકોટના જસદણ પંથકમાં કમોસમી વરસાદથી મગફળીના તૈયાર પાકને નુકસાન થયું છે. ડોડીયાળા ગામ સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.

જેતપુરમાં ગાજવીજ અને પવન સાથે માવઠું. તીનબત્તી ચોક , સ્ટેન્ડ ચોક, દેસાઇ વાડી,મતવા શેરી, ફૂલવાડી સહિતના વિસ્તારમાં રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા હતા. શહેર ઉપરાંત પેઢલા, મંડલીકપુર,પીઠડીયા, પ્રેમગઢ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

વિસાવદરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અડધો ઇંચ વરસાદ વરસતા રોડ પરથી પાણી વહેતા થયા હતા. કમોસમી વરસાદછી ખેતરમાં ઊભો પાક પલડી ગયો હતો. મગફળી અને કપાસના પાકને મોટા નુકસાનની આશંકા છે.

24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ

24 કલાકમાં વિસાવદરમાં ખાબક્યો 2.28 ઈંચ વરસાદ

24 કલાકમાં અમરેલીમાં 1.54

24 કલાકમાં વડિયામાં 1.50 ઈંચ

24 કલાકમાં જેતપુરમાં 1.22 ઈંચ

24 કલાકમાં  ભેસાણમાં એક ઈંચ વરસાદ

24 કલાકમાં ઉપલેટામાં 0.79 ઈંચ

24 કલાકમાં  ધોરાજીમાં 0.71 ઈંચ વરસાદ

24 કલાકમાં ગોંડલમાં 0.55 ઈંચ

24 કલાકમાં  જામ કંડોરણામાં 0.47 ઈંચ

24 કલાકમાં ગીર ગઢડામાં 0.55 ઈંચ

24 કલાકમાં  સતલાસણામાં 0.47 ઈંચ

Comments
Post a Comment