Rajkot: રાજકોટ શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના અટીકાફાટક નજીક આવેલા લસણના એક કારખાનામાં પતિ અને પત્નીએ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

કારખાનામાં જ ગળેફાંસો ખાધો
મળતી માહિતી મુજબ, અટીકાફાટક પાસે આવેલા લસણના કારખાનામાં રમેશભાઈ ચાવડા અને તેમના પત્ની ભારતીબેન ચાવડાના મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે દંપત્તિના મૃતદેહને કબ્જે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અને પ્રાથમિક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો...વોટ ચોરી વિવાદ: નીતિન પટેલનો કોંગ્રેસને ઓપન ડિબેટનો પડકાર, તુષાર ચૌધરીએ ચેલેન્જ સ્વીકારી

રોજનું ₹42 હજાર વ્યાજ વસૂલાતું હતું
પ્રાથમિક તપાસ અને મૃતકના સ્વજનોના જણાવ્યા અનુસાર, દંપત્તિએ આ પગલું વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી ભર્યું હોવાનું સામે આવ્યું છે. સ્વજનોએ આક્ષેપ કર્યો છે કે રમેશભાઈએ લસણ ખરીદવાના ધંધા અર્થે મોરબીના વ્યાજખોરો પાસેથી ₹8 લાખ વ્યાજે લીધા હતા. જેમાંથી ₹1 લાખ રૂપિયા તો પરત પણ કરી દેવાયા હતા. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે વ્યાજખોરો મહિને નહીં, પણ દરરોજનું ₹42 હજાર વ્યાજ વસૂલતા હતા.

મોબાઈલમાંથી મળ્યા પઠાણી ઉઘરાણીના પુરાવા
સ્વજનોના જણાવ્યા મુજબ, મોરબીના વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી પઠાણી ઉઘરાણી અને ત્રાસના તમામ પુરાવા મૃતકના મોબાઈલ ફોનમાં રેકોર્ડ થયેલા છે. ભક્તિનગર પોલીસે તપાસના અર્થે મૃતકનો મોબાઈલ કબ્જે કર્યો છે અને ટેકનિકલ એનાલિસિસના આધારે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.

મૃતકના પિતરાઈ ભાઈએ શું કહ્યું?

રાજકોટના આત્મહત્યા કરનાર દંપત્તિના મૃતદેહને કાંગસિયાળી ખાતે આવેલી કલ્પવન સોસાયટીમાં તેમના ભાઈના ઘરે લાવવામાં આવ્યા ત્યારે સમગ્ર પરિવારમાં ઘેરા શોકની કાપિલી છવાઈ ગઈ હતી અને પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. મૃતકના પિતરાઈ ભાઈ લક્ષ્મીદાસ ચાવડાએ સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તેમની ગઈકાલે જ ભાઈ સાથે વાતચીત થઈ હતી. વ્યાજખોરો તેમની પાસેથી વાર્ષિક 195 ટકા જેટલું વ્યાજ વસૂલી રહ્યા હતા, જેના ત્રાસથી કંટાળીને દંપત્તિએ આ અંતિમ પગલું ભરવું પડ્યું હતું. આ હૃદયદ્રાવક ઘટના બાદ પીડિત પરિવારે ન્યાયની માંગ કરી છે અને વ્યાજખોરો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી કરી છે.

Comments
Post a Comment