Gujarat Accidents: ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ સર્જાયેલા ત્રણ ગંભીર માર્ગ અકસ્માતમાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ડાંગના આહવા-વઘઈ રોડ પર કાર ખાપરી નદીમાં ખાબકતા બે લોકોના મોત થયા છે, જ્યારે બનાસકાંઠાના અમીરગઢમાં કાર-બાઇક વચ્ચેની ટક્કરમાં બે લોકોના જીવ ગયા છે. આ સિવાય દ્વારકાના ઓખા મઢી ટોલ પ્લાઝા નજીક બાઇક ડિવાઇડર સાથે અથડાતાં એક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે.

ડાંગ: કાર નદીમાં ખાબકતાં બેના મોત, એક ઈજાગ્રસ્ત

ડાંગ જિલ્લાના આહવા–વઘઈ માર્ગ પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાર રેલિંગ તોડીને ખાપરી નદીમાં ખાબકતાં બે વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે અંદાજે ચાર વાગ્યાના સુમારે GJ 18 EA 5480 નંબરની કાર આહવા–વઘઈ માર્ગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે કાર માર્ગની રેલિંગ તોડીને ખાપરી નદીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી નદીમાંથી કાર બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો... ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

આ ગોઝારા અકસ્માતમાં સંદીપભાઈ એમ. ડામોર અને શૈલેશભાઈ ગરાસિયાનાં મોત નીપજ્યાં છે. જ્યારે સોનુભાઈ બારિયાનો અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. આ દરમિયાન ભવાડી ગામના વતની ગણેશભાઈ ગંગારામભાઈ નિબારેએ સોનુભાઈ બારિયાનો જીવ બચાવવામાં મદદ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

બનાસકાંઠા: કારે બાઇકને ટક્કર મારતાં બે લોકોના મોત
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ ઘાટા કપાસિયા રોડ પર કાર અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇક પર સવાર બંને લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. અકસ્માત સર્જી ભાગવા જતાં કાર ચાલકની અમીરગઢ પોલીસે અટકાયત કરી લીધી છે અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દ્વારકા: બાઇક ડિવાઇડર સાથે અથડાતાં ચાલકનું મોત
દ્વારકાના ઓખા મઢી ટોલ પ્લાઝા નજીક વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ભોગાત ગામ તરફથી દ્વારકા તરફ આવી રહેલા બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઇક પૂરઝડપે ડિવાઇડર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ભોગાત ગામના રહેવાસી બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ ઓખા મઢી ટોલ પ્લાઝાનો સ્ટાફ તાત્કાલિક મદદ અર્થે સ્થળ પર પહોંચ્યો હતો.

Comments
Post a Comment