Skip to main content

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ

ગાંધીનગર: હાલમાં પીએમ મોદી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કરોડો રુપિયાના વિકાસકામોની ભેટ આપશે. 31 ઓક્ટોબર 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એકતાનગરમાં IRCTCની નવી હોટલનું લોકાર્પણ કરવામા આવશે. એકતાનગર રેલવે સ્ટેશન નજીક ₹52.50 કરોડના ખર્ચે IRCTCની નવી હોટેલનું નિર્માણ કરવામાં આવ્યું  છે. 127 રૂમની આ આધુનિક હોટેલ પ્રવાસીઓને રોકાણ માટે ગુણવત્તાયુક્ત સુવિધા ઉપલબ્ધ કરાવશે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આશરે બે એકર વિસ્તારમાં આ હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. હોટેલમાં ચાર અલગ-અલગ પ્રકારના રૂમ, રેસ્ટોરન્ટ, કેફેટેરિયા, બેન્ક્વેટ હોલ, કોન્ફરન્સની સુવિધાઓ તેમજ સ્વિમિંગ પૂલ અને આકર્ષક પરિસર ઉપલબ્ધ છે. આ હોટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસનાં પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ઉપયોગી બનશે. રેલવે સ્ટેશનની નજીક હોવાથી રેલવે મુસાફરો માટે તે એક વિશેષ સુવિધા બની રહેશે.

આ પણ વાંચો...PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ

પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારાથી સ્થાનિક આર્થિક વિકાસ માટે નવી તકો
એકતાનગરમાં પ્રવાસીઓની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખતાં આધુનિક હોટેલ અને અન્ય આતિથ્ય સુવિધાઓનું વિસ્તરણ મહત્વપૂર્ણ બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 3 કરોડથી વધુ પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે. નવી હોટેલથી માત્ર રહેવાની સુવિધામાં જ વધારો નહીં થાય, પરંતુ હોટેલ સંચાલન, હાઉસકીપિંગ, ખાણીપીણી તથા અન્ય સેવાઓમાં પ્રત્યક્ષ રોજગારીની તકો પણ ઊભી થશે.

સ્થાનિક વેપાર-ધંધાને લાભ મળશે
આધુનિક હોટેલ, રેસ્ટોરન્ટ અને કોન્ફરન્સ માટેની સુવિધાઓ ઉપલબ્ધ થવાથી પ્રવાસીઓ એક દિવસની મુલાકાતને બદલે એકતાનગરમાં વધુ સમય રોકાવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે. પ્રવાસીઓના વધુ રોકાણથી સ્થાનિક આર્થિક વિકાસને વેગ મળશે. ઉપરાંત હોટેલમાં કોન્ફરન્સ અને વિવિધ કાર્યક્રમો માટેની સુવિધાઓથી અહીં કોર્પોરેટ મીટિંગ, પરિષદો અને સામાજિક પ્રસંગોના આયોજનની નવી તકો ઊભી થશે. પરિણામે વ્યાવસાયિક અને વિવિધ પ્રસંગોના આયોજન માટે પણ એકતાનગર એક પસંદગીનું સ્થળ બનશે. એકતાનગરને આધુનિક અને સર્વાંગી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં આ સુવિધા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, 3 મહત્વના બિલ રજૂ કરાશે:ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક પસાર થતા 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે, ભાડા વિધેયક પણ રજૂ થશે

https://ift.tt/6v4NJiC ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્વના ગણાતા ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા કરાશે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ બિલ, 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. ટુકડા જમીનના વ્યવહારો દંડ કે પ્રીમિયમ વગર નિયમિત થઇ શકશ...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...