Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

Navratri 2026: અમદાવાદમાં પરંપરા ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવના સ્થળ અને સમયપત્રકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી એસી ડોમમાં આયોજિત થતા ગરબા હવે એસી ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે. આ સાથે જ અગાઉના આયોજનના બદલે હવે બીજા નોરતાથી પરંપરા ગ્રુપના ગરબા શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની માહિતી શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારની સાંજે ગરબાના એસી ડોમનો કેટલોક હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના બાદ ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરંપરા ગ્રુપ દ્વારા તાત્કાલિક ધોરણે એસી ડોમના બદલે ખુલ્લા મેદાનમાં બીજા નોરતાથી ગરબા યોજવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો..રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

ગરબાના સ્થળે ડોમનો એક ભાગ ધરાશાયી થયો

તમને જણાવી દઈએ કે, અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા પરંપરા ગરબાના સ્થળે ડોમનો એક ભાગ શુક્રવારે ધરાશાયી થયો હતો.નવરાત્રિ દરમિયાન અહીં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી ગરબા માટે આવવાના હતા. જોકે, ડોમનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સદનસીબે, ડોમની અંદર કોઈ વ્યક્તિ ફસાઈ ન હોવાનું સામે આવ્યું હતું, જ્યારે એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, ડોમને ફાયર સેફ્ટીની મંજૂરી જ મળી નહોતી.  ફાયર વિભાગની ટીમો દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ અર્થે જનાર હતા. ફાયર ઓફિસર વિષ્ણુ દેસાઈના જણાવ્યા અનુસાર, ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી, પરંતુ સ્થળ પર તપાસ દરમિયાન કામ પૂર્ણ ન થયું હોવાથી મંજૂરી આપવામાં આવી નહોતી. કામ પૂર્ણ થયા બાદ જ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આપી શકાય તેમ હતું. પ્રાથમિક તપાસમાં ડોમના પાયા જમીનમાં યોગ્ય ઊંડાઈ સુધી ઉતારવામાં આવ્યા ન હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, ડોમ ધરાશાયી થવાનું ચોક્કસ કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે. નોંધનિય છે કે, ખેલૈયાઓ નવરાત્રિની આતુરતાથી રાહ જોતા હોય છે, એવામાં ડોમ ધરાશાયી થવાની ઘટનાથી તેમને આંચકો લાગ્યો હતો.

Comments
Post a Comment