Ahmedabad: અમદાવાદ સહિત રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રસ્તાઓની ગુણવત્તા સુધારવા અને ખાડાની સમસ્યા પર નિયંત્રણ મેળવવા રાજ્ય સરકારે નવી SOP જાહેર કરી છે. SOP મુજબ ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ તમામ રસ્તાઓનો સર્વે કરવો પડશે.  રસ્તાના બાંધકામની ગુણવત્તા, સમયસર સમારકામ અને રાહદારીઓ સહિત તમામ માર્ગ વપરાશકર્તાઓની સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

નાના પેચવર્કનું કામ 30 દિવસમાં પૂર્ણ કરવાનું રહેશે

રસ્તાનું કામ પૂર્ણ થયા બાદ મેનહોલ, ડ્રેનેજ લાઇન અને અન્ય સુવિધાઓના લેવલ યોગ્ય રાખવાના રહેશે. રસ્તાઓ રાહદારીઓ, સાઇકલચાલકો અને દિવ્યાંગજનો માટે પણ સુરક્ષિત હોવા જોઈએ. બ્રિજ પર મોટી તિરાડો કે જોઇન્ટ ફેલ્યોર જોવા મળે તો તાત્કાલિક પગલા લેવાના રહેશે. કોંક્રિટ રોડની તૂટેલી સપાટીની મરામત 15 દિવસમાં અને નાના પેચવર્કનું કામ 30 દિવસમાં પૂર્ણ કરવાનું રહેશે.

આ પણ વાંચો...વોટ ચોરી વિવાદ: નીતિન પટેલનો કોંગ્રેસને ઓપન ડિબેટનો પડકાર, તુષાર ચૌધરીએ ચેલેન્જ સ્વીકારી

જોખમી રસ્તાઓનું સમારકામ 48 કલાકમાં પૂર્ણ કરવુ પડશે

રસ્તા પર પડેલા નાના ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવાનું રહેશે, જ્યારે ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત અને નાગરિકો માટે જોખમી રસ્તાઓનું સમારકામ 48 કલાકમાં પૂર્ણ કરવુ પડશે. સમારકામ બાદ 72 કલાકની અંદર તેના ફોટોગ્રાફ અપલોડ કરવાના રહેશે. સમારકામ દરમિયાન સ્થળ પર બેરિકેડિંગ કરવું પણ ફરજિયાત રહેશે. ખાડાનું સમારકામ કરતાં પહેલાં તેની સપાટી સાફ કરી યોગ્ય બિટુમિન ઇમલ્શનનો ઉપયોગ કરવાનો રહેશે. કોલ્ડ ઇમલ્શન ઇન્જેક્શન અને ઇન્ફ્રારેડ રિસાયક્લિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા પણ એસઓપીમાં સૂચના અપાઈ છે.

સક્ષમ અધિકારીની મંજૂરી બાદ જ કામગીરી શરૂ કરી શકાશે

ડામરના હોટમિક્સથી રસ્તા બનાવતાં પહેલાં કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટએ ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટેનો પ્લાન રજૂ કરવાનો રહેશે. સક્ષમ અધિકારીની મંજૂરી બાદ જ કામગીરી શરૂ કરી શકાશે. રસ્તા માટે વપરાતા કાચા માલના સ્ત્રોત, ગુણવત્તા અને ઉપલબ્ધ જથ્થાની ચકાસણી પણ કરવી પડશે. રસ્તાઓનું રજિસ્ટર જાળવી દર વર્ષે ઓક્ટોબરમાં તેને અપડેટ કરવાનું રહેશે. રોડનું રીસર્ફેસિંગ, રિગ્રેડિંગ અથવા મિલિંગ કરવાનું હોય ત્યારે સંબંધિત અધિકારીઓ અને ડિઝાઇન કન્સલ્ટન્ટે સંયુક્ત રીતે સ્થળની મુલાકાત લેવી ફરજિયાત રહેશે. રસ્તાના અંદાજ તૈયાર કરતી વખતે પાણીની લાઇન, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઇન અને અન્ય ભૂગર્ભ સુવિધાઓની વિગતો પણ સામેલ કરવાની રહેશે.

Comments
Post a Comment