Skip to main content

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ

Ahmedabad School Bomb Threat: અમદાવાદની જાણીતી શાળાઓ અને સ્ટેડિયમને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે ચકચાર મચી ગઈ છે. સેટેલાઈટ સ્થિત નારાયણ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યા ભારતી સ્કૂલ તેમજ સી.એન. વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેઈલ મળ્યા છે. આ સિવાય વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીના સમાચાર મળતાં જ ચિંતાતુર બનેલા વાલીઓ તાબડતોબ પોતાના બાળકોને લેવા માટે સ્કૂલે પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમો અને બોમ્બ સ્કવોડ સ્થળ પર પહોંચીને સઘન તપાસ શરૂ કરી દીધી છે.

આ જ મહિને 10 શાળાને મળી હતી ધમકી

તમને જણાવી દઈએ કે, 7 ઓક્ટોબરના રોજ અમદાવાદની 10 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં જ  સ્કૂલ દ્વારા વાલીઓને જાણ કરીને તેમના બાળકોને વહેલા છોડી દેવામાં આવ્યા હતા. આ પહેલા પણ અનેક સ્કૂલો અને ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. ધમકી મળતા જ ફાયર વિભાગ, BDDS,સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી હતી.  DEO તરફથી જણાવવામાં આવ્યું કે  સ્કૂલોને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અને સ્કૂલમાં પેનિક ન ફેલાય તે રીતે વિદ્યાર્થીઓને ઘરે રવાના કરવા નિર્દેશ આપવામાં આવ્યા.

આ પણ વાંચો....ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત

શાળા સંચાલકોએ સ્થાનિક પોલીસને જાણ કરી

એશિયા સ્કૂલ, બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, SGVP સ્કૂલ, ઝાયડસ સ્કૂલ વેજલપુર અને સંત કબીર સ્કૂલને ધમકીભર્યો મેઇલ મળ્યો હોવાની માહિતી મળી હતી. ઈમેલ મળતા જ શાળા સંચાલકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

બોમ્બની ધમકી બાદ પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS)ની ટીમ દ્વારા પણ શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. શાળા પરિસરમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ પહેલાં પણ અમદાવાદ સહિત ગુજરાતની કેટલીક શાળાઓ અને મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી હતી. ધમકીની જાણ થતાં વાલીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. કેટલીક શાળાઓમાં વાલીઓને બાળકોને શાળામાંથી ઘરે લઈ જવા માટે સૂચના આપવામાં આવી હતી.પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી ન હતી .

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, 3 મહત્વના બિલ રજૂ કરાશે:ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક પસાર થતા 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે, ભાડા વિધેયક પણ રજૂ થશે

https://ift.tt/6v4NJiC ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્વના ગણાતા ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા કરાશે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ બિલ, 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. ટુકડા જમીનના વ્યવહારો દંડ કે પ્રીમિયમ વગર નિયમિત થઇ શકશ...