Skip to main content

Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો

Amreli: અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં વહેલી સવારથી એક વિફરેલી સિંહણે ભારે આતંક મચાવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વડિયાના અરજણસુખ અને તોરી ગામ વચ્ચેના સીમ વિસ્તાર તેમજ માર્ગો પર સિંહણે ટૂંકા સમયમાં જ બેક-ટુ-બેક હુમલા કરીને પાંચથી વધુ લોકોને લોહીલુહાણ કરી દીધા હતા. રાત્રિના સમયે બાઈક પર જઈ રહેલા બે લોકો પર હુમલો કર્યા બાદ વહેલી સવારે પણ સીમ વિસ્તારમાં અન્ય લોકો પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ કામગીરી માટે પહોંચેલા વનવિભાગના કર્મી અનિરુદ્ધ વાળા પર પણ સિંહણે હુમલો કરી દીધો હતો, જેમાં તેમને હાથના ભાગે ઈજા પહોંચતાં સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અરજણસુખના સરપંચે દાવો કર્યો હતો કે 24 કલાકમાં સિંહણે છ લોકોને નિશાન બનાવ્યા છે, જેને પગલે ગ્રામજનોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી હતી.

સિંહણના આતંક અને હુમલાઓને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

સિંહણના આતંક અને હુમલાઓને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયા બાદ વનવિભાગની ટીમે તાત્કાલિક મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ઘટના અંગે લીલીયા રેંજના DCF ચિરાગ અમીને સત્તાવાર સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, વડિયા તાલુકામાં વિફરેલી સિંહણને વનવિભાગ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને પાંજરે પૂરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે. સિંહણ પાંજરે પૂરાતાં વડિયા પંથકના ગ્રામજનો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો...ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો

ભવનાથ વિસ્તારમાં પણ જોવા મળ્યા સિંહ

તો બીજી તરફ, જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલા અશોક શિલાલેખ નજીક ફરી એકવાર સિંહ પરિવારની હાજરીથી વાહનચાલકોમાં ભારે કૌતુક અને રોમાંચ જોવા મળ્યો હતો. વહેલી સવારે એકસાથે 7 સિંહોનો પરિવાર રસ્તા પર મુક્તપણે લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. સિંહોને રસ્તો પસાર કરતા જોઈને રસ્તા પરથી પસાર થતા વાહનો થંભી ગયા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ અશોક શિલાલેખ પાસે જ સિંહ પરિવાર જોવા મળ્યો હતો. ભવનાથ વિસ્તારમાં વારંવાર સિંહોની અવરજવરથી આ પંથકમાં વન્યજીવોની સક્રિય હાજરી સ્પષ્ટ થઈ રહી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...