Skip to main content

જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત

Jamnagar: જામનગર રાજકોટ હાઇવે પર આવેલી માનસી હોટલ પાછળથી પંચકોશી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના કટિંગ વેળાએ જ દરોડો પાડીને ₹53.78 લાખથી વધુનો વિશાળ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જે સ્થળ પરથી આ દારૂનું કટિંગ ઝડપાયું તે ગોડાઉન જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર મંજુબેન બાંભણિયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયાએ ભાડે રાખેલું હોવાનું સામે આવતા રાજકીય વર્તુળો અને ભાજપની છાવણીમાં ચર્ચાઓ શરૂ થઈ છે.

મળતી વિગતો અનુસાર, પંચકોશી એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.એ. ઘાસુરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણિયા પોતાના કબ્જા ભોગવટાના ભાડાના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને કટિંગ અને હેરાફેરી કરી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી ત્રણ વાહનો અને ડ્રાઇવર ધર્મેશભાઇ નવલભાઇ યાજ્ઞિકને પકડી પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો...PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ?

પોલીસે ગોડાઉન તેમજ વાહનોમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી કુલ 19,522 બોટલો (કિંમત ₹40,68,517) તથા ત્રણ વાહનો અને મોબાઇલ ફોન (કિંમત ₹13,10,000) મળીને કુલ ₹53,78,517નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલા આરોપી ધર્મેશ યાજ્ઞિકની કડક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેના મિત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયાએ વેચાણ અર્થે બહારથી દારૂનો જથ્થો મગાવ્યો હતો અને અન્ય 9 ઇસમોને વેચાણ માટે આપ્યો હતો. પોલીસે કોર્પોરેટરના પુત્ર હિતેશ સહિત કુલ 10 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, કોર્પોરેટરના પુત્ર સામે અગાઉ પણ દારૂ અંગેના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

પાટણ જિલ્લા પોલીસનું 'ઓપરેશન ક્લીન સ્વીપ'
બે દિવસ પહેલા પાટણમાં પણ કરવામાં આવી છે કાર્યાવહી. પાટણ જિલ્લા પોલીસ દ્વારા બુટલેગરો સામે પણ કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. વહેલી સવારે 6 વાગ્યે ખાનગી બાતમીદારોથી મળેલી બાતમીના આધારે પોલીસે માસ્ટર પ્લાન તૈયાર કરી પાટણ તાલુકાના ધારપુર, બોરસણ અને શંખારી ગામોમાં આવેલ દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. પોલીસની 5 અલગ-અલગ ટીમો દ્વારા સતત 2 કલાક સુધી ચાલેલા આ સઘન ઓપરેશન દરમિયાન દેશી દારૂના અડ્ડાઓને સંપૂર્ણપણે નેસ્તોનાબૂદ કરવામાં આવ્યા હતા.

દરોડા દરમિયાન દારૂના અડ્ડા ચલાવતા આરોપીઓ સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ પોલીસની ટીમોએ તેમને ઝડપી પાડવા માટે ચક્રગતિમાન કર્યા છે. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, જિલ્લામાંથી દેશી દારૂના અડ્ડાઓનો ખાતમો બોલાવવા માટે આ 'ઓપરેશન ક્લીન સ્વીપ' આગામી લાંબા સમય સુધી સતત ચાલુ રાખવામાં આવશે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, 3 મહત્વના બિલ રજૂ કરાશે:ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક પસાર થતા 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે, ભાડા વિધેયક પણ રજૂ થશે

https://ift.tt/6v4NJiC ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્વના ગણાતા ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા કરાશે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ બિલ, 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. ટુકડા જમીનના વ્યવહારો દંડ કે પ્રીમિયમ વગર નિયમિત થઇ શકશ...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...