Gujarat Weather Update: નવરાત્રિના ઉત્સવ વચ્ચે ખેલૈયાઓ અને આયોજકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી બે દિવસ માટે વિવિધ વિસ્તારોમાં એકલ-દોકલ જગ્યાએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં વરસશે હળવો વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા વરસાદનું અનુમાન છે. આજે ખાસ કરીને રાજકોટ, જૂનાગઢ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ, તાપી તેમજ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો...શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અને તાપમાનનો પારો ઊંચો

રાજધાની ગાંધીનગર અને આસપાસના વિસ્તારોની વાત કરીએ તો, આજે અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, હાલમાં સમગ્ર રાજ્યમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે, જેના કારણે બપોરના સમયે ઉકળાટ અને ગરમીનો અનુભવ થઈ શકે છે. વરસાદની આ આગાહીને પગલે ગરબા રસિકોમાં ખેલૈયાઓની રંગતમાં ભંગ પડે તેવી ચિંતા જોવા મળી રહી છે.

ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો?

ગુજરાતના હવામાનમાં હાલ મોટો પલટો જોવા મળી રહ્યો છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદ અંગે એક બહુ મોટી આગાહી કરી છે. તેમની આ આગાહીથી ખેડૂતોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 20 ઓક્ટોબર સુધી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. આ સિસ્ટમની અસરને પગલે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. વધુમાં, ઓક્ટોબર મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં એક ભયંકર ચક્રવાત બનવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે.

કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી?

આગાહી મુજબ, આગામી 20 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાનું અનુમાન છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં માવઠું થઈ શકે છે. આ ઉપરાંત ગીર સોમનાથ, દ્વારકા, જામનગર અને કચ્છમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.

સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, મધ્ય ગુજરાતના નડિયાદ, આણંદ અને ખેડા જિલ્લામાં વાતાવરણ મુખ્યત્વે વાદળછાયું રહેશે, જેથી આ વિસ્તારોના લોકોને ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડી શકે છે.

Comments
Post a Comment