ગાંધીનગર:ગુજરાતમાં સર્જાયેલા વીજ સંકટ અને ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઊર્જા વિભાગની અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યને સમયસર કોલસો મળી રહે તેમજ જરૂરી વધારાની વીજળી પ્રાપ્ત થાય તે દિશામાં આયોજન કરવા આદેશ અપાયા હતા. ઉપરાંત સરકાર એક નવી યોજના  સોલાર રૂફટોપ  પણ લાવી રહી છે. આ નવી યોજના હેઠળ વિશેષ કરીને અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી સમુદાયના જરૂરિયાતમંદ પરિવારોને સીધો લાભ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ યોજના અંતર્ગત એસસી અને એસટી પરિવારોને માત્ર રૂ.10 હજારના નજીવા ખર્ચે સોલાર રૂફટોપ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવશે.જેથી આ આર્થિક રીતે નબળા વર્ગો પર કોઈ મોટો બોજ ન પડે અને તેઓ સરળતાથી પોતાના ઘરની છત પર સૌર ઊર્જા મેળવી શકે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ નવી કલ્યાણકારી યોજનાની સત્તાવાર જાહેરાત કરીને સમગ્ર રાજ્યમાં તેનો તબક્કાવાર અમલ શરૂ કરવા જઈ રહી છે.આ પગલાથી છેવાડાના આંતરિયાળ વિસ્તારોમાં અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત બનશે.

સોલાર રૂફટોપ યોજના સામાન્ય નાગરિકો અને નાના વેપાર-ધંધા સાથે જોડાયેલા નાના સાહસિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.રૂફટોપ મારફતે સૌર ઊર્જા ઉત્પન્ન કરવાથી આ તમામ પરિવારોને દિવસ-રાત નિયમિત વીજળી મળી રહેશે અને તેમના રોજિંદા ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.નાના ઉદ્યમીઓ માટે આ યોજના વીજળી ક્ષેત્રે સ્વનિર્ભરતા લાવશે અને તેમના નાના ઉદ્યોગોને નવું બળ પૂરું પાડશે.આ યોજના લાગુ થતાં પર્વતીય વિસ્તારોના નાના એકમો માટે વીજળીનો સતત પુરવઠો મેળવવો વધુ સરળ બનશે.

આ પણ વાંચો: જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં

નોંધનિય છે કે,અત્યાર સુધી અમલમાં રહેલી ત્રણ કિલોવોટ સોલારની મર્યાદાને વધુ હળવી કરવા માટે સરકાર દ્વારા ગંભીર વિચારણા ચાલી રહી છે.સામાન્ય અને નાના પરિવારોની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકાર હવે ત્રણ કિલોવોટની જગ્યાએ બે કિલોવોટ સોલાર ક્ષમતા મંજૂર કરવાનું આયોજન કરી રહી છે.આ સુધારાના પરિણામે નાના ગ્રાહકો પર મોંઘા સાધનો બેસાડવાનો વધારાનો આર્થિક બોજ નહીં આવે અને સામાન્ય પરિવારો પોતાની નાની છત પર સરળતાથી બે કિલોવોટ સોલાર પેનલ લગાવી શકશે

નવી રૂફટોપ યોજના શું છે

સોલાર રૂફટોપ યોજના એ સરકાર દ્વારા શરૂ કરાયેલી એવી યોજના છે, જે ઘરના છાપરા પર સોલાર પેનલ લગાવવા માટે આર્થિક સહાય કે સબસિડી આપે છે. આ યોજના દ્વારા લોકો વીજળીનું બિલ ઘટાડી શકે છે અથવા મફત વીજળી મેળવી શકે છે.

રાજ્ય સરકારની આ સ્પેશિયલ સ્કીમ હેઠળ આદિવાસી અને ગરીબ પરિવારોને માત્ર રુ.5 હજારથી 10 હજાર સુધીનૂં મામૂલી રોકાણ કરવાનું રહેશે. જ્યારે બાકીની રકમ પર સબસીડીનો લાભ મળશે. આ નિર્ણયથી ડુંગરાળ વિસ્તારોના પરિવારો અને નાના ઘરેલું ઉદ્યોગકારોને વીજ બિલમાંથી મોટો છુટકારો મળશે, સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે, જ્યાં આશરે 11લાખથી વધુ પરિવારો સોલાર એનર્જીનો લાભ લઈ રહ્યા છે.

Comments
Post a Comment