Skip to main content

ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત

Gandhinagar: રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે શરૂ કરવામાં આવેલા 'ઓપરેશન ગંગાજળ' હેઠળ વધુ બે ઉચ્ચ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વર્ગ-1 ના આ બે અધિકારીઓ સામેની તપાસ પૂર્ણ થયા બાદ તેમના કાર્યકાળનો રિવ્યૂ કરીને સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સમય કરતાં પહેલાં જ નિવૃત્ત કરી દેવાયા છે. આ કાર્યવાહી અંતર્ગત એડિશનલ કલેક્ટર ડી.આઈ. ભગલાણી અને ગુજરાત સફાઈકામદાર નિગમના એમડી જે.એમ. તુવારને નિવૃત્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન ગંગાજળ હેઠળ ગેરરીતિ કે ભ્રષ્ટાચારના આરોપો ધરાવતા અધિકારીઓ સામે સતત તપાસ કરીને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પહેલા એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કરવામાં આવ્યા હતા ફરજિયાત નિવૃત

તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકારે 1 ઓક્ટોબરના રોજ 'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત એક જ દિવસમાં બે IAS અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દેતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે. રાજેશ અને અધિક વિકાસ કમિશનર ગૌરવ દહીયાને રાજ્ય સરકારે વય નિવૃત થાય તે પહેલા જ નિવૃત કરી દીધા હતા.

આ પણ વાંચો... PM સૂર્ય ઘર યોજના: માત્ર ₹5400માં ઘરની છત પર લાગશે સોલાર સિસ્ટમ? જાણો કોને મળશે લાભ

નોંધનિય છે કે, કે. રાજેશ ગુજરાત કેડરના 2011 બેચના IAS અધિકારી હતા અને મૂળ આંધ્રપ્રદેશના છે. તેમણે પોંડિચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાં B.Tech કર્યું હતું અને UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં 2010માં 103મો રેન્ક મેળવ્યો હતો. જૂનાગઢમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત બાદ સુરતમાં આસિસ્ટન્ટ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ ફરજ બજાવી હતી. ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગરના કલેક્ટર બન્યા હતા. કે. રાજેશને જુલાઈ 2022માં CBIએ ધરપકડ કર્યા બાદ રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા હતા.

CBIની ચાર્જશીટ મુજબ તેમના પર સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન અયોગ્ય લોકોને હથિયાર લાઇસન્સ અપાવવા, સરકારી જમીનની ફાળવણી અને સરકારી જમીન પરના અતિક્રમણને નિયમિત કરવા બદલ કથિત લાંચ લેવાના આરોપો મૂકાયા હતા. CBIની તપાસમાં રૂ.98 હજારની કથિત લાંચ અને ભેટો અંગે પુરાવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. CBI કેસ બાદ EDએ પણ કે. રાજેશ સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. ઓગસ્ટ 2022માં EDએ તેમને કસ્ટડીમાં લીધા હતા. EDએ તેમની અને પરિવારના સભ્યોની સંપત્તિ તથા નાણાકીય વ્યવહારોની તપાસ કરવાની જરૂરિયાત દર્શાવી હતી. ઓક્ટોબર 2022માં EDએ કે. રાજેશ અને સહઆરોપી રફીક મેમણ સામે PMLA કોર્ટમાં પ્રોસિક્યુશન ફરિયાદ પણ દાખલ કરી હતી.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, 3 મહત્વના બિલ રજૂ કરાશે:ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક પસાર થતા 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે, ભાડા વિધેયક પણ રજૂ થશે

https://ift.tt/6v4NJiC ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્વના ગણાતા ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા કરાશે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ બિલ, 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. ટુકડા જમીનના વ્યવહારો દંડ કે પ્રીમિયમ વગર નિયમિત થઇ શકશ...