Skip to main content

વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ

Gandhinagar: રાજ્યભરમાં ફરજ બજાવતા વન રક્ષક અને વનપાલ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓના અવાજને બુલંદ કરવા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પ્રશ્નો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ફરજ પર હાજર ન થઈ અચોક્કસ  મુદ્દતની હડતાલનું એલાન કર્યું હતું. વનપાલ અને વન રક્ષક કર્મચારીઓને પાંચ માગણીઓનું ઘણા સમયથી નિરાકરણ નહીં આવતું હોવાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો. હાલ મળતા ગ્રેડ પે ની વિસંગતતા દૂર કરી પગાર માળખાની ઉચ્ચ કમીટી સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી છે. રજા પગાર ભથ્થામાં પગાર ધોરણ પ્રમાણેના બેઝિક અને મોંઘવારી ભથ્થાનો ઉમેરો કરી ચુકવણી કરવાની માંગ કરાઈ છે. રિસ્ક સિક્યુરિટી એલાઉન્સ આપવા પણ માંગ કરવામાં આવી છે.

રાજધાની ગાંધીનગરમાં વનપાલ અને વનરક્ષકોની હડતાળનો આજે બીજો દિવસ છે. રિસ્ક એલાઉન્સ, 48 દિવસની પગાર મર્યાદા હટાવવા અને ગ્રેડ-પે સુધારા સહિતના પડતર પ્રશ્નોને લઈને વનકર્મીઓ ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલનમાં ગુજરાતભરના વનરક્ષક કર્મચારી મંડળના કર્મીઓ જોડાયા છે. આશ્ચર્યની વાત એ છે કે મહિલા કર્મચારીઓ પણ પોતાના નાના બાળકો સાથે હડતાળમાં સામેલ થઈ છે. વનકર્મીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે.

આ પણ વાંચો...PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ?

વનપાલ અને વનરક્ષકોની મુખ્ય માગણીઓ:

જોખમી ફરજો માટે જોખમી ભથ્થુ વધારવા માગ

રજાના પગારના ગણતરી બેઝિક,ડીએ, CL આધારે કરવા માગ

48 દિવસની મર્યાદા હટાવીને પૂરા દિવસનો પગાર ચૂકવવા રજૂઆત

ફોરેસ્ટર,રેન્જ ફોરેસ્ટરની જગ્યા ફરીથી ચાલુ કરવા માગ

મહેકમમાં વધારો કરવા,પ્રમોશનના રેશિયામાં સુધારાની માગ

RFO,ફોરેસ્ટરની સીધી ભરતીના બદલે આંતરિક સ્ટાફની ભરતીને અગ્રતા આપવા માગ

ફોરેસ્ટ ગાર્ડ,ફોરેસ્ટરના ગ્રેડ-પેમાં વિસંગતતા દૂર કરો

સુરતમાં પ્રાથમિક સુવિધાઓની માગ સાથે કચરાગાડીના ચાલકો હડતાલ પર

તમને જણાવી દઈએ કે, સુરતમાં પણ ત્રણ દિવસ પહેલા કચરાગાડી ચલાવતા ચાલકો હડતાળ પર ઉતર્યા હતા. સુરતના લિંબાયત ઝોનમાં આવતા ડીંડોલી સ્થિત કચરાના ગોડાઉનમાં કચરાગાડીના 160થી વધુ ચાલકો પ્રાથમિક સુવિધાઓની માગ સાથે હડતાલ પર ઉતરી ગયા. ચાલકો અને મજૂરો દ્વારા જીગર ટ્રાન્સપોર્ટ કંપની સામે વિવિધ માગણીઓ રજૂ કરવામાં આવી હતી. મજૂરોનો આરોપ છે કે છેલ્લા કેટલાક સમયથી કંપની દ્વારા તેમને જરૂરી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નહોતી. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં જ ડીંડોલીના આ કચરાના ગોડાઉનમાં આવેલી મજૂરોના ઝૂંપડાંમાં અચાનક આગ લાગી હતી, જેમાં તેમની ઘરવખરી અને અનાજ સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આથી, પીડિત મજૂરોએ આગમાં બળી ગયેલા અનાજ અને સરસામાનની ભરપાઈ કરી આપવા તથા પ્રાથમિક સવલતો પૂરી પાડવાની ઉગ્ર માગ સાથે કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, 3 મહત્વના બિલ રજૂ કરાશે:ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક પસાર થતા 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે, ભાડા વિધેયક પણ રજૂ થશે

https://ift.tt/6v4NJiC ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્વના ગણાતા ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા કરાશે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ બિલ, 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. ટુકડા જમીનના વ્યવહારો દંડ કે પ્રીમિયમ વગર નિયમિત થઇ શકશ...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...