ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

ગાંધીનગર: ગુજરાતમાં વીજળીની માગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન બગાડતાં રાજ્યભરમાં વીજ સંકટ ઘેરાઈ રહ્યું છે. ખાસ કરીને સૂર્યાસ્ત બાદ સોલાર આધારિત વીજ ઉત્પાદન બંધ થતાં વીજળીની તંગી સર્જાઈ રહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે અવારનવાર વીજળી ડૂલ થઈ રહી છે. વીજ અછતને પહોંચી વળવા માટે તંત્રે ગ્રામીણ વિસ્તારોમાં લોડ શેડિંગ શરૂ કર્યું છે, જેના કારણે દૂધ મંડળીઓમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે અને લોકો સાંજના સમયે દીવા સળગાવવા મજબૂર બન્યા છે. કેટલાક ગામડાઓમાં તો નવરાત્રીની આરતી પણ અંધારામાં કરવાની નોબત આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ વપરાશ 10,000 મેગા વોટને પાર પહોંચી ગયો છે, જેમાં માત્ર એક જ અઠવાડિયામાં 2,000 મેગા વોટ જેટલો વધારો નોંધાયો છે. છેલ્લા 8 દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં 15 મિનિટથી 1 કલાક સુધીનો વીજકાપ અમલી બન્યો છે. ગ્રામીણ વિસ્તારો બાદ હવે સૌરાષ્ટ્રના શહેરોમાં પણ વીજકાપ લાદવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચો...ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા

વીજ સંકટની ગંભીર અસર હવે રાજ્યના ઔદ્યોગિક એકમો (ઇન્ડસ્ટ્રીયલ ઝોન) પર પણ પડી રહી છે. વિવિધ જિલ્લાઓમાં અઠવાડિયાના ચોક્કસ દિવસે વીજકાપની સૂચનાઓ જારી કરવામાં આવી છે:

દાહોદ: ઔદ્યોગિક એકમોમાં દર મંગળવારે 8 કલાકનો વીજકાપ.

પંચમહાલ, દાહોદ, મહીસાગર અને હાલોલ: 20 ઓક્ટોબરના રોજ સાંજે 4:00 વાગ્યાથી રાત્રે 12:00 વાગ્યા સુધી (8 કલાક) વીજ પુરવઠો ફરજિયાત બંધ રાખવાની સૂચના.

પાટણ: દર રવિવારે સાંજે 4:00 થી રાત્રે 12:00 વાગ્યા સુધી 8 કલાકનો વીજકાપ.

જામનગર: દર શુક્રવારે સાંજે 4:00 થી રાત્રે 11:00 વાગ્યા સુધી વીજકાપ અંગે PGVCLની સૂચના.

સાબરકાંઠા: 20 ઓક્ટોબરે ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં વીજકાપ અને આગામી નિર્ણય ન આવે ત્યાં સુધી અઠવાડિયામાં એક દિવસ વીજકાપ.

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગોને વીજ વપરાશમાં કરકસર કરવા, બિનજરૂરી વપરાશ ટાળવા અને સાંજે 4:00 થી રાત્રે 11:00 વાગ્યા દરમિયાન ઉત્પાદન પ્રક્રિયાનું યોગ્ય આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.

બીજી તરફ, આ વીજ અછતના નિવારણ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ગુજરાત ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓએ દિલ્હી પહોંચી પાવર અને રેલવે મંત્રાલય સહિતના વિભાગો સાથે બેઠક યોજી છે. રાજ્યને કોલસાનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે આ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી છે, અને આ બેઠકના અંતે ગુજરાત માટે હકારાત્મક નિર્ણય આવશે તેવી આશા સેવાઈ રહી છે.

Comments
Post a Comment