Surat: સુરતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે બીજા ખોડલધામ મંદિરના નિર્માણ અંગેની ચર્ચાઓનો અંત આવ્યો છે. તાજેતરમાં યોજાયેલા નવરાત્રિ મહોત્સવ દરમિયાન 'અન્નપૂર્ણા ખોડલધામ' ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કાગવડ સ્થિત વિશ્વપ્રસિદ્ધ ખોડલધામ બાદ હવે સુરતમાં આ બીજા ભવ્ય સંકુલનું નિર્માણ થશે, જેને 'અન્નપૂર્ણા ખોડલધામ' નામ આપવામાં આવ્યું છે.

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સુરતના જાણીતા અગ્રણી મુકેશ પટેલ અને જયંતી એકલારા મુખ્ય ચહેરા તરીકે સામે આવ્યા છે અને તેઓ આ નિર્માણ કાર્યનું નેતૃત્વ કરશે. સુરતમાં ખોડલધામ સંકુલ બનવાની આ મહત્વપૂર્ણ જાહેરાત થતાંની સાથે જ સુરત સહિત સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજમાં હર્ષ અને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો...આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

પાટીદાર સમાજની એકતાનું પ્રતિક ખોડલધામ
રાજકોટ જિલ્લાના કાગવડ ગામ નજીક આવેલું ખોડલધામ એ સમગ્ર લેઉવા પટેલ (પાટીદાર) સમાજની આસ્થા, એકતા અને શ્રદ્ધાનું એક મહાન અને ભવ્ય કેન્દ્ર છે. આ મંદિર મા ખોડિયારને સમર્પિત છે. લેઉવા પટેલ સમાજના અગ્રણ નરેશ પટેલ અને અન્ય સમાજશ્રેષ્ઠીઓના માર્ગદર્શન હેઠળ ખોડલધામ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. 21 જાન્યુઆરી 2017ના રોજ અહીં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

પાટણના સંડેરમાં  બની રહ્યું છે ખોડલધામ
પાટણના સંડેરમાં પણ બની રહ્યું છે નવુ ખોડલધામ સંકુલ. પાટણના સંડેરમાં ખોડલધામના શિલાન્યાસની પૂજાવિધિ  22 ઓક્ટોબર 2023 ના પૂર્ણ થઇ ચૂકી છે. દીકરીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા શુભ મુહૂર્તમાં શિલાન્યાસ વિધિ પૂર્ણ કરી હતી. લેઉવા પટેલના કુળદેવી માં ખોડલ માતાજીનું ભવ્ય મંદિર પાટણના સંડેરમાં બહુ જલદી નિર્માણ પામશે. ખોડલધામમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક સંકુલ અને હૉસ્પિટલ પણ અહી નિર્માણ પામશે. ખાસ વાત છે કે, સંડેરનું આ ખોડલધામ મંદિર ગુલાબી પથ્થરમાંથી બનાવાશે, આમાં 51 હજાર ઘનફૂટ પથ્થરોનો ઉપયોગથી ખોડલધામ મંદિર બનાવવામાં થશે. આ ગુલાબી પથ્થરો રાજસ્થાનના ભરતપુરમાંથી લાવવામાં આવશે. 50 વિઘા જમીનમાં 100 કરોડના ખર્ચે આ સમગ્ર ખોડલધામ મંદિર સંકુલ નિર્માણ પામશે.

નોંધનિય છે કે, સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના ખોડલધામ મંદિરની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે કાગવડમાં ખોડલધામના નિર્માણ બાદ ઉત્તર ગુજરાત ઝોનમાં પાટણ જિલ્લાના સંડેર મુકામે નવનિર્માણ પામનાર ખોડલધામ સંકુલનો ભૂમિપૂજન સમારોહ તારીખ 22 ઓક્ટોબર-2023 ને રવિવારે આઠમના નોરતે યોજાયો હતો. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ  આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ ભૂમિપૂજન સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ સહિતના સામાજિક-રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, ટ્રસ્ટીઓ અને સમાજના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Post a Comment