Car Accident News: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મનુબર ગામ પાસે વડોદરાથી ભરૂચ તરફ આવી રહેલી એક કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના ઘટી છે. ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર વડોદરાના પીએસઆઈ યશ પટેલ સહિત ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો, વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી કારમાં કુલ ચાર લોકો સવાર હતા. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મનુબર ગામ પાસે પહોંચતા જ પુરઝડપે દોડતી કાર અચાનક આગળ જઈ રહેલા ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભીષણ ટક્કરને કારણે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર ચાર પૈકી વડોદરામાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) તરીકે ફરજ બજાવતા યશ પટેલ, પાર્થ પટેલ અને અસફાક મોનીન એમ ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. અકસ્માતની આચલક માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત તેમજ મૃતકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

આ કરૂણ માર્ગ અકસ્માતે ફરી એકવાર હાઇવે પરના વાહનવ્યવહાર અને ઓવરસપીડની ગંભીર સમસ્યાને ઉજાગર કરી છે. યુવાન પોલીસ અધિકારી સહિત ત્રણ મૂલ્યવાન જીવોના અચાનક અકાળ અવસાનથી મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે, જે સમગ્ર પોલીસ બેડા અને સમાજ માટે અસહ્ય અને ક્યારેય ન ભરાઈ તેવી ખોટ સાબિત થઈ છે.

Comments
Post a Comment