Skip to main content

CM Bhupendra Patel: દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વિના વિપક્ષ પર કર્યા પ્રહાર

CM Bhupendra Patel Speech: દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે ગુર્જર મહાસભા દ્વારા એક મહત્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મહાસભામાં કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ રાજ્ય સરકારોના મંત્રીઓ તેમજ દેશભરમાંથી પાટીદાર, કુર્મી અને ગુર્જર સમાજના અનેક દિગ્ગજ નેતાઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ સંમેલન દેશની એકતા, રાષ્ટ્રસેવા અને સરદાર વલ્લભભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું સંમેલન છે. તેમણે સરદાર સાહેબના ભારત નિર્માણના સમર્પણને યાદ કરતા કહ્યું કે, સરદાર સાહેબે ખેડૂતોની પીડા સમજીને કિસાનોની શક્તિને એક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પને આગળ વધાર્યો છે અને સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વની વિશ્વભરમાં ઓળખ આપવા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)નું નિર્માણ કર્યું છે.

આ પણ વાંચો....ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર

તેમણે ઉમેર્યું હતું કે, ખેતી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં ગુર્જર સમાજની મહત્વની ભૂમિકા રહી છે અને આ સમાજ આધુનિક ભારતની ખેતી પદ્ધતિને આગળ વધારી રહ્યો છે. 2047ના 'વિકસિત ભારત'ના સંકલ્પને સિદ્ધ કરવામાં ગુર્જર, પાટીદાર અને કુર્મી સમાજની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે.

આ દરમિયાન મુખ્યમંત્રીએ નામ લીધા વગર વિપક્ષ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલા  નિવેદનોનો ઉલ્લેખ કરતા તેમણે ભાષાનો વિવેક ચૂકનારા નેતાઓની આકરી ટીકા કરી હતી.

ખડગેની ટિપ્પણી બાદ નોંધાઈ ફરિયાદ

તમને જણાવી દઈએ કે ,કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કથિત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી, જેને લઈને રાજકીય બબાલ મચી ગઈ. આ મામલે ખડગે વિરુદ્ધ પટનામાં ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કોંગ્રેસને ઘેરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે તમામ મર્યાદાઓ નેવે મૂકી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં ખડગે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી.

વાસ્તવમાં, કોંગ્રેસના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા ખડગે ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન શ્રોતાઓમાં હાજર એક વ્યક્તિએ કથિત રીતે વચ્ચે હસ્તક્ષેપ કરતા કહ્યું કે વડાપ્રધાન મોદી ક્યાંય નથી જવાના. આના પર ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપી દીધું. આ ટિપ્પણી બાદ રાજકીય વિવાદ ઊભો થયો.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, 3 મહત્વના બિલ રજૂ કરાશે:ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક પસાર થતા 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે, ભાડા વિધેયક પણ રજૂ થશે

https://ift.tt/6v4NJiC ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્વના ગણાતા ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા કરાશે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ બિલ, 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. ટુકડા જમીનના વ્યવહારો દંડ કે પ્રીમિયમ વગર નિયમિત થઇ શકશ...