Skip to main content

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કેન્દ્રીય કર્મચારીઓના DA વધારો; સુપ્રીમ કોર્ટે કહ્યું- ફોર્મ-6 ફરીથી કેમ ભરવું; MLC ચૂંટણીમાં કોંગ્રેસને લઈને PMનો કટાક્ષ


https://ift.tt/YSNG9r0 નમસ્તે, દિવાળી પહેલાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સનો મોંઘવારી ભથ્થું 3% વધાર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ MLC ચૂંટણીઓના પરિણામોને લઈને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વોટર લિસ્ટના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝનને લઈને સુનાવણી કરી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર સુપ્રીમ કોર્ટની પેનલ જંતર-મંતર પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાના આરોપોની તપાસ કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 3% વધાર્યું:હવે DA 63% થયું, 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનર્સને ફાયદો, સરકાર ₹10 હજાર કરોડ ખર્ચ કરશે દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનભોગીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો છે. મંગળવાર, 28 ઑક્ટોબરે યોજાયેલી કેબિનેટ બેઠકમાં DA વધારા અંગે નિર્ણય લેવામાં આવ્યો. આ વધારા સાથે મોંઘવારી ભથ્થું 60%થી વધીને 63% થઈ જશે. તેનાથી આશરે 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનર્સને લાભ થશે. નવા દરો 1 જુલાઈથી લાગુ માનવામાં આવશે. સરકાર આ માટે 10 હજાર કરોડ રૂપિયા ખર્ચશે. એપ્રિલમાં DAમાં 2%નો વધારો થયો હતો આ પહેલાં સરકારે એપ્રિલમાં કર્મચારીઓના DA અને પેન્શનર્સ માટેના DRમાં 2 ટકાનો વધારો કર્યો હતો. તે વધારા સાથે DAનો દર 60% પર પહોંચી ગયો હતો. હવે 3 ટકાના તાજેતરના વધારા બાદ આ આંકડો 63% થઈ ગયો છે. સરકારના આ નિર્ણયથી તહેવારોની સિઝનમાં કર્મચારીઓ અને પેન્શનભોગીઓને સીધો આર્થિક લાભ મળશે અને પાછલા મહિનાઓનું એરિયર પણ ખાતામાં આવશે. કર્મચારીઓના પગાર પર કેટલી અસર પડશે ડીએ વધવાથી પગારમાં સીધો વધારો બેઝિક પેના આધારે નક્કી થાય છે 2. ઇઝરાયલ ચૂંટણી: નેતન્યાહૂ-આઇઝનકોટ વચ્ચે કાંટાની ટક્કર:માત્ર 5 બેઠકોનું અંતર; આરબ પાર્ટીઓ 19 બેઠકો પર આગળ, આ ઇતિહાસમાં સૌથી વધુ ઇઝરાયલમાં ચૂંટણી બાદ મતગણતરી ચાલુ છે. અત્યાર સુધીમાં 85.6% મતની ગણતરી થઈ ચૂકી છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ગઠબંધનને 53 બેઠકો મળતી દેખાઈ રહી છે, જ્યારે ગાદી આઇઝનકોટના નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધનને 48 બેઠકો પર સરસાઈ મળી રહી છે. બંને વચ્ચે માત્ર 5 બેઠકોનું અંતર છે. આરબ પક્ષોનું સંયુક્ત લિસ્ટ 12 અને રા'આમ 7 બેઠકો પર આગળ છે, બંનેને મળીને કુલ 19 બેઠકો થાય છે. આ ઇઝરાયલના ચૂંટણી ઇતિહાસમાં આરબ પક્ષોનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હશે. આ પહેલાં 2020ની ચૂંટણીમાં આ પક્ષોએ 15 બેઠકો જીતી હતી. ઇઝરાયલની સંસદમાં કુલ 120 બેઠકો છે. સરકાર બનાવવા માટે 61 બેઠકો જરૂરી છે. હાલમાં નેતન્યાહૂ અને વિપક્ષ, બંને બહુમતીથી દૂર છે. આવી સ્થિતિમાં આરબ પક્ષોનું સમર્થન સરકાર બનાવવા માટે મહત્વપૂર્ણ બની શકે છે. ચૂંટણી પહેલાંના સર્વેમાં નેતન્યાહૂની હારનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધીની ગણતરીમાં મુકાબલો કઠિન રહ્યો છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 3. MLC ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક નહીં:PM મોદીનો કટાક્ષ- મતદાન બેલેટથી થયું, તો પણ કેટલી બેઠકો મળી; બિહાર-યુપી સહિત 4 રાજ્યોની 16 બેઠકો NDAએ જીતી MLC ચૂંટણીના પરિણામો પર PM મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું, ‘4 મોટા રાજ્યો- ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકમાં 28 બેઠકો પર MLC ચૂંટણી યોજાઈ. ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ. અનુમાન લગાવો કે કોંગ્રેસે કેટલી બેઠકો જીતી.’ આ 28 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 4 બેઠકો હતી. પાર્ટી આ ચૂંટણીઓમાં એક પણ બેઠક જીતી શકી નથી. કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષનો આરોપ છે કે ભાજપ EVMમાં હેરફેર કરીને ચૂંટણી જીતતી આવી છે. તાજેતરના SIRના વિરોધ દરમિયાન પણ વિપક્ષે ભાજપ અને ચૂંટણી પંચ પર મતચોરી કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો. તેઓ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ EVMથી યોજવાની માગ કરી રહ્યા છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 4. સ્પેનમાં 200 કિમીની ઝડપે જતી હાઈ-સ્પીડ ટ્રેન વચ્ચે ભયાનક ટક્કર:68 લોકોના મોત, એક ટ્રેન બીજી ટ્રેન સાથે પાછળથી અથડાઈ; અનેક ડબ્બા કાટમાળમાં ફેરવાયા સ્પેનના ટોલેડો પ્રાંતમાં બુધવારે બે હાઈ સ્પીડ ટ્રેનો અથડાઈ ગઈ. DD ન્યૂઝ મુજબ, આ અકસ્માતમાં 68 લોકોનાં મોત થયા છે, જ્યારે 179 લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી માટે ઇમરજન્સી અને તબીબી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્પેનિશ અહેવાલો અનુસાર, અકસ્માત સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યે થયો. એક ટ્રેને બીજી ટ્રેનને પાછળથી ટક્કર મારી. અનેક ડબ્બા કાટમાળમાં ફેરવાઈ ગયા છે. અકસમાત બાદ રાજધાની મેડ્રિડને સ્પેનના દક્ષિણ આંદાલુસિયા વિસ્તાર સાથે જોડતી રેલવે લાઇન બંધ કરી દેવામાં આવી છે. ટક્કર સ્પેનની સરકારી ટ્રેન Renfe AVE 2080 અને ખાનગી ટ્રેન Iryo 6076 વચ્ચે થઈ છે. તેમની સરેરાશ ઝડપ 200 કિમી પ્રતિ કલાકથી વધુ હોય છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 5. જિયો પ્લેટફોર્મ્સનો શેર ₹1,358 પર લિસ્ટ:₹1119ના ઇશ્યૂ પ્રાઇસથી 21% વધુ; બીજી સૌથી મોટી કંપની બની, એરટેલને પાછળ છોડ્યું જિયો પ્લેટફોર્મ્સનો શેર ₹1,358 પર લિસ્ટ થયો છે, જે તેના ₹1,119ના ઇશ્યૂ પ્રાઇસ કરતાં 21% વધારે છે. રિલાયન્સ બાદ તે માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે દેશની બીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. તેનું માર્કેટ કેપ 12.50 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. રિલાયન્સનું માર્કેટ કેપ 15.99 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે એરટેલનું માર્કેટ કેપ 12.10 લાખ કરોડ રૂપિયા છે. જિયો પ્લેટફોર્મ્સ IPOના લિસ્ટિંગની ઉજવણી કરવામાં આવી. મુંબઈમાં મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા રોશનીથી ઝળહળી ઊઠ્યું. લિસ્ટિંગ બાદ કંપનીના શેર વેચવા કે હોલ્ડ કરવા? માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો તમે માત્ર લિસ્ટિંગ ગેઇન માટે રોકાણ કર્યું છે, તો લિસ્ટિંગના દિવસે નફો વસૂલવો યોગ્ય સ્ટ્રેટેજી રહેશે. જ્યારે લાંબા ગાળાના રોકાણકારોને શેરને પોર્ટફોલિયોમાં હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોને આશા છે કે કંપનીનો શેર થોડા સમયમાં ₹1,500થી ₹1,800 સુધી જઈ શકે છે. લિસ્ટિંગ બાદ નવા શેર ખરીદવા કે નહીં? માર્કેટ નિષ્ણાતો અનુસાર, લિસ્ટિંગના દિવસે શરૂઆતમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, તેથી તરત એન્ટ્રી ન લો. જો લિસ્ટિંગ પછી શેરમાં થોડો ઘટાડો (ડિપ) આવે, તો ધીમે-ધીમે શેરની ખરીદી કરવી વધુ સારું રહેશે. શેરની કિંમત, વેલ્યુએશન અને કંપનીના પ્રદર્શનનું મૂલ્યાંકન કર્યા પછી જ રોકાણનો નિર્ણય લો. (વાંચો સંપૂર્ણ સમાચાર) 6. વડોદરાના નવલખી મેદાનથી ભાજપની વિશાળ પદયાત્રા:અજય બ્રહ્મભટ્ટે કહ્યું- 2014થી અત્યાર સુધીમાં કોંગ્રેસ 56 ચૂંટણીઓ હારી; '#Pro modi-#Anti BJP'ના પોસ્ટરથી વિવાદ વડોદરામાં ભાજપ દ્વારા 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રાનું શહેરના નવલખી મેદાનથી નીકળી હતી. જે ખંડેરાવ માર્કેટથી રાવપુરા થઈને આગળ નીકળી હતી. પદયાત્રામાં હાજરી આપવા નવલખી મેદાન ખાતે મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા છે. કાર્યક્રમમાં રાજ્યના મંત્રી રમણ સોલંકી, મનીષાબહેન વકીલ, કમલેશ પટેલ, દંડક બાલકૃષ્ણ શુક્લ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. શહેરમાં #Pro modi અને #Anti BJPના પોસ્ટરોથી વિવાદ જોકે, પદયાત્રા પહેલાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં #Pro modi અને #Anti BJPના પોસ્ટરો લાગતા વિવાદ સર્જાયો હતો. શહેરના મુખ્ય માર્ગો પર "ભાજપ સુધારો, લોકશાહી બચાવો"ના નારા સાથેના લગાવવામાં આવેલા વિવાદાસ્પદ પોસ્ટરોએ રાજકીય હલચલ મચાવી દીધી હતી. જોકે, વિવાદ વકરતાં આ પોસ્ટરો ગણતરીના સમયમાં જ ઉતારી લેવાયા હતા. પોસ્ટર કોણે લગાવ્યા તે અંગે તર્ક-વિતર્ક મુખ્ય માર્ગો અને ચોકસાહો પર જોવા મળેલા આ બેનરોમાં લોકશાહી અને પાર્ટીની આંતરિક વ્યવસ્થા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સૌથી વધુ ધ્યાન ખેંચતી બાબત એ છે કે, આ પોસ્ટરની નીચે #Pro modi અને #Anti BJP લખવામાં આવ્યું છે. જો કે, આ પોસ્ટર કોને લગાવ્યા છે તે હાલ સુધી સામે આવ્યું નથી. એવી ચર્ચા છે કે આ પોસ્ટર ક્રાંતિકારી સેનાના નેજા હેઠળ લાગ્યા છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 7. અમદાવાદના 16 સ્થળો પર બોમ્બ બ્લાસ્ટની ધમકીમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું:રાવલપિંડી-લાહોરથી ઇ-મેઇલ ઓપરેટ થયાનો ઘટસ્ફોટ, ક્રિપ્ટોકરન્સી ચૂકવી હેક થયેલા ઇ-મેઇલ ખરીદાયા અમદાવાદ શહેરની સ્કૂલ, AMC ઓફિસ, ગુજરાત હાઇકોર્ટ, સિવિલ કોર્ટ તેમજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિત કુલ 16 જેટલા સ્થળોને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇ-મેઇલ્સ મોકલવા પાછળ પાકિસ્તાન અને બાંગ્લાદેશનું નેટવર્ક સક્રિય હોવાનું સામે આવ્યું છે. ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રૂપ મારફતે હેક થયેલા ઇ-મેઇલ એકાઉન્ટ ક્રિપ્ટોકરન્સીમાં પૈસા ચૂકવી ખરીદીને તહેવારો ટાણે દહેશત ફેલાવવા આ ઈ-મેઇલ મોકલવામાં આવ્યા હતા. 7 તારીખે મોકલાયેલા ઇ-મેઇલનું પગેરું રાવલપિંડી નીકળ્યું સાયબર ક્રાઈમ DCP લવિના સિન્હાએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 7 તારીખે રોજ Denise Long તથા wj kenના નામની ખોટી ઓળખ ઊભી કરી, bonnieebanks49@gmail.com અને kwajlds@gmail.com પરથી ધમકીભર્યા ઇ-મેઇલ્સ મોકલાયા હતા. જેમાં 'Time 8:00 AM at Gujarat Schools @11:11AM' તથા ખાલિસ્તાની લખાણો સાથે સ્કૂલો-10, મેયર ઓફિસ-1, ગુજરાત હાઇકોર્ટ, સોલા, મેટ્રો ધી કોર્ટ, ધી કોર્ટ, ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ અમદાવાદ શહેર-4 તથા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ-1 મળી કુલ 16 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમોએ અલગ-અલગ સ્કૂલો અને કોર્ટ સંકુલની વિઝિટ કરી જી-મેઇલના હેડર મેળવ્યા હતા. 27 ઓક્ટોબરે ફરી 19 સ્થળોને ધમકીભર્યો મેઇલ મળ્યો ત્યારબાદ તા. 27 ઓક્ટોબરના રોજ reduak079@gmail.com પરથી ફરી ધમકીભર્યો ઇ-મેઇલ આવ્યો હતો. જેમાં શહેરની 14 શાળાઓ, મેયર ઓફિસ દાણાપીઠ, ગુજરાત હાઇકોર્ટ, મેટ્રો કોર્ટ, ઘી કાંટા કોર્ટ, સિટી સિવિલ કોર્ટ તથા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિત 19 સ્થળોનો ઉલ્લેખ હતો. આ અંગે પણ સાયબર ક્રાઇમમાં બીજો ગુનો નોંધી વિગતો મંગાવતાં ઇમેઇલનું કનેક્શન રંગપુર, બાંગ્લાદેશ અને લાહોર, પાકિસ્તાનથી ઓપરેટ થયાનું ખુલ્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર) 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : બેંગલુરુ મેટ્રોમાં સંતાઈને મહિલાનો વીડિયો બનાવવાનો આરોપ:વિરોધ કરવા પર ફોન લઈને ભાગ્યો યુવક; FIR નોંધાઈ (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : કૅપ્ટન સ્મિત મચ્છરને UAEનું સન્માન, રાષ્ટ્રપતિ ભેટ્યાં:દુબઈના રાજકુમારે કહ્યું- તેઓ અમારી ઓળખ છે; વિમાન ક્રેશ કરાવવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : જસ્ટિસ એસ.કે. કૌલે કહ્યું- સરકારોને સહમત જજો ગમે છે:કહ્યું- કોકરોચ પાર્ટીના નેતા સૌરવ દાસના માર્ગદર્શક નથી, તેઓ પત્રકાર તરીકે મળ્યા હતા (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : બ્રાઝિલમાં લુલા સામે હાર ન પચાવી શક્યા ફ્લાવિયો:પત્ની અને બે દીકરી સાથે ટ્રમ્પના શરણે જવા રાતોરાત દેશ છોડી ભાગ્યા, ભ્રષ્ટાચારની તપાસ વચ્ચે સરકારે પાસપોર્ટ રદ કર્યો (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : અનંતની ઇમોશનલ સ્પીચમાં પિતા મુકેશ રડી પડ્યા, VIDEO:‘ઇશા દીદીએ બીજ વાવ્યું, આકાશભૈયાએ પોતાનું સપનું બનાવ્યું; માએ કહ્યું જીઓ મેરે લાલ, દાદીએ કહ્યું જૂગ જૂગ જીઓ’ (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : ગોલ્ડ મેડલિસ્ટ પેરા એથ્લીટ નીરજ યાદવનું મૃત્યુ:કોચે કહ્યું- ઝેર ખાધું; ડોપિંગના કારણે 4 વર્ષથી પ્રતિબંધિત હતા (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ચાણક્ય નીતિ:જે વ્યક્તિમાં આ 5 ગુણ ન હોય, તેમની સંગતથી બચવું જ શ્રેષ્ઠ (વાંચો સંપૂર્ણ સમાચાર) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પેસ્ટ્રીમાં જીવડાં નાખીને ખાતા લોકો ચીનના એક રેસ્ટોરન્ટની એક વિચિત્ર વાનગી વાયરલ થઈ છે. પેસ્ટ્રીઝ પર કોકરોચ જેવા જંતુઓ પીરસવામાં આવી રહ્યા છે. આશ્ચર્યજનક રીતે, લોકો દૂર-દૂરથી તેને ખાવા માટે મુસાફરી કરી રહ્યા છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View : ઇઝરાયલમાં 12 કલાકમાં બાજી પલટી:નેતન્યાહૂ 7મી વાર વડાપ્રધાન બની શકે, ભારત માટે ફાયદાની વાત, ઇરાનમાં વિનાશ વેરે તો દુનિયામાં ફરી સંકટ સર્જાઇ શકે 2. ‘4 જગ્યાએ વેચી, પછી સેક્સ વર્કમાં ધકેલી દીધી’:GB રોડની 90% મહિલાઓનાં નામ મતદાર યાદીમાંથી કપાયા, કહ્યું- શું અમારા મતમાં કોઈ દાગ છે 3. પારકી પંચાત:ગોપાલ ઈટાલિયાએ લહેકા કર્યા, VIDEO:કોંગ્રેસના નેતા હાથમાં ગુલાબ લઈ પોલીસની ગાડી ઉપર ચડી ગયા, રૂપાલા-પંચાલે કાનમાં શું વાતો કરી? 4. આજનું એક્સપ્લેનર:સુરંગ-દોરડું નહીં, વાઈના હુમલાથી જેલ તોડી 17 કેદીઓ કેવી રીતે ફરાર થયા; તમિલનાડુમાં એક અઠવાડિયામાં બીજી ઘટના, આખરે સમસ્યા ક્યાં છે? 5. એવા જોરથી ગળેટૂંપો આપ્યો કે દુપટ્ટાના બે કટકા થઇ ગયા:અંતિમ યાત્રામાં જેણે કાંધ આપી એ જ નીકળ્યો હત્યારો, બેસણામાં પહોંચીને આંસુ પણ સાર્યા 6. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે રજવાડાનું મ્યુઝિયમ, 2027ના અંતે બની જશે:562 રજવાડાંનો ઇતિહાસ એક જ છત નીચે, રાજા-મહારાજાના સિંહાસનથી લઈ વિન્ટેજ કાર સુધી સફર 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: મિથુન રાશિના લોકો પર ગ્રહોની મહેરબાની, કર્ક રાશિના જાતકોએ પ્રોપર્ટીના નિર્ણયો આજે ન લેવા વાંચો સંપૂર્ણ રાશિફળ

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, 3 મહત્વના બિલ રજૂ કરાશે:ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક પસાર થતા 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે, ભાડા વિધેયક પણ રજૂ થશે

https://ift.tt/6v4NJiC ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્વના ગણાતા ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા કરાશે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ બિલ, 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. ટુકડા જમીનના વ્યવહારો દંડ કે પ્રીમિયમ વગર નિયમિત થઇ શકશ...