Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં બે સગીરાઓના કથિત ધર્મપરિવર્તનને લઈને સનસનાટી મચી ગઈ છે. આ મામલે કોડીનાર પોલીસ સ્ટેશનમાં મૌલવી સહિત ચાર વ્યક્તિઓ સામે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, પોક્સો (POCSO) અને એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામ ચારેય આરોપીઓને રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉનાવા દરગાહમાં લઈ જઈ કલમા અને નમાજ પઢાવ્યાનો આક્ષેપ
ફરિયાદમાં કરાયેલા આક્ષેપો અનુસાર, સગીરાઓને હિન્દુ ધર્મ છોડવા માટે લાલચ આપવામાં આવી હતી અને તેમના નામો પણ બદલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સગીરાઓને ઉનાવા સ્થિત દાતારબાપુ દરગાહમાં લઈ જઈ બુરખા પહેરાવીને કલમા અને નમાજ પઢાવવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો...PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ

4 સામે ગુનો નોંધાયો, અન્ય સગીરાઓ અંગે પણ તપાસ
આ કેસમાં ત્રણ પુખ્ત વયના આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગરીનો સમાવેશ થાય છે. પોલીસે નીચે મુજબના આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે:

અબ્દુલ હાજીભાઇ સંધી (રહે. કોડીનાર)

આસીફ કવાલી ઉર્ફે મરાઠી (ઉનાવા આવેલ દરગાહના મૌલવી, રહે. ઉનાવા)

નીશાદ કાજી (રહે. ધોરાજી)

કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર

આ કેસમાં BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ 137(2), 87, 54, ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ-4(1), પોક્સો એક્ટની કલમ-17, 18 તથા એટ્રોસિટી એક્ટની કલમ-3(2)(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

કોડીનાર પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય કોઈ સગીરાઓનું પણ કથિત રીતે ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

તમને જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટનાક્રમ મામલે સગીરાઓનાં નિવેદનો, તેમણે કરેલી મુસાફરીનો ઘટનાક્રમ અને ધર્મપરિવર્તન તથા લગ્ન કરાવવાના આક્ષેપોની તપાસ પોલીસ માટે મહત્ત્વપૂર્ણ બની છે. તો બીજી તરફ  આગળ જતાં આ તપાસમાં આરોપીઓ દ્વારા અન્ય હિન્દૂ યુવતી-સગીરાઓના ધર્મપરિવર્તનની પણ વિગતો સામે આવી શકે છે. નોંધનિય છે કે, પોલીસને આ કોઈ મોટું ધર્માંતરણ રેકેટ લાગી રહ્યું છે અને તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

Comments
Post a Comment