Skip to main content

Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 


<p><strong>ગાંધીનગર:  </strong>રાજ્યના ખેડૂતો અને નાગરિકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ અને  કૃષિમંત્રી જીતુ વાઘાણીએ  મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અધિક મુખ્ય સચિવ જયંતી રવિની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી મોટી પત્રકાર પરિષદ દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ચાર મહત્વના જિલ્લાઓ – દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. </p> <p>પત્રકાર પરિષદમાં ગણતરીની મિનિટોમાં જ આ ઐતિહાસિક જાહેરાત કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર આ ચારેય જિલ્લાના ખેડૂતોની પડખે મક્કમતાથી ઊભી છે. દુષ્કાળના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનના વળતર રૂપે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ) અંતર્ગત વિશેષ સહાય આપવામાં આવશે.  જેમાં ખેડૂતોને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 8,500 રૂપિયા લેખે નાણાકીય સહાય ચૂકવવામાં આવશે. આ સાથે જ આવતીકાલે પાણીના ગંભીર મુદ્દા પર ચાર રાજ્યોના મુખ્યમંત્રીની એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાનાર છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, 3 મહત્વના બિલ રજૂ કરાશે:ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક પસાર થતા 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે, ભાડા વિધેયક પણ રજૂ થશે

https://ift.tt/6v4NJiC ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્વના ગણાતા ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા કરાશે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ બિલ, 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. ટુકડા જમીનના વ્યવહારો દંડ કે પ્રીમિયમ વગર નિયમિત થઇ શકશ...