Skip to main content

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

અમદાવાદ : રાજ્યમાં અચાનક  હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગામી 2 કલાકમાં રાજ્યના 14 જિલ્લામાં હળવા વરસાદની આગાહી સાથે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. બીજી તરફ, સાબરકાંઠા અને મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ નોંધાયો છે.

હવામાન વિભાગે જાહેર કર્યું નાઉકાસ્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 2 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાનમાં આવેલા આ ફેરફારને કારણે ખેડૂતો સહિત નાગરિકોએ હવામાનની સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે.

સાબરકાંઠામાં વાતાવરણમાં પલટો

સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં રવિ પાકોના વાવેતરની મોસમ ચાલી રહી છે. આવા સમયે વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે ખેડૂતોની મૂંઝવણ વધી છે. ખાસ કરીને બટાકા, ઘઉં અને ચણાના વાવેતર સમયે બદલાયેલા હવામાનને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. જિલ્લાના તલોદ, પ્રાંતિજ, હિંમતનગર અને ઇડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

મહીસાગર જિલ્લામાં આકાશમાં વાદળો ઘેરાયાં

મહીસાગર જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. લુણાવાડા સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આકાશમાં વાદળો ઘેરાતાં હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો- Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ

ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદ

ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાંધેજા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત લોદરા અને માણસા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં આવેલા ફેરફાર વચ્ચે હવામાન વિભાગની આગામી આગાહી પર સૌની નજર છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, 3 મહત્વના બિલ રજૂ કરાશે:ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક પસાર થતા 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે, ભાડા વિધેયક પણ રજૂ થશે

https://ift.tt/6v4NJiC ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્વના ગણાતા ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા કરાશે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ બિલ, 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. ટુકડા જમીનના વ્યવહારો દંડ કે પ્રીમિયમ વગર નિયમિત થઇ શકશ...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...