
<p>ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયાઓને નિરાશ કરતા હવામાન વિભાગે આપ્યા સમાચાર.. આજથી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગ મુજબ દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ-પશ્ચિમ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે.. જેને પગલે આજે અને આવતીકાલે એમ બે દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.. આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી તો મધ્ય ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લા અને સંઘ પ્રદેશ દીવના છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસી શકે છે.. તો આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. &nbsp;જો કે માછીમારો માટે હાલ કોઈ ચેતવણી જાહેર કરાઈ નથી.. તો અમદાવાદમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે..&nbsp;</p>
Comments
Post a Comment