Skip to main content

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને શાસનમાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત રાજ્ય કેબિનેટની બેઠકમાં એક વિશેષ આભાર પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે. કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જનસેવાનું દાયિત્વ સંભાળ્યું હતું અને ત્યારથી લઈને આજ સુધી સતત 25 વર્ષથી તેઓ અવિરતપણે દેશ અને રાજ્યની સેવા કરી રહ્યા છે. 'જનસેવા એ જ પ્રભુ સેવા' અને 'જનસેવા એ જ જીવન સાધના'ના મંત્ર સાથે આગળ વધતા વડાપ્રધાન મોદીનું વિઝનરી વ્યક્તિત્વ દેશને પ્રાપ્ત થયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂતકાળને યાદ કરતાં ઉમેર્યું કે, એક સમયે દેશ 'પોલિસી પેરાલિસિસ'ની સ્થિતિમાં હતો, જે આજે બદલાઈને ઉત્તમ સુશાસનનું ઉદાહરણ બન્યો છે. વર્ષ 2001માં જ્યારે નરેન્દ્ર મોદીએ શાસન સંભાળ્યું ત્યારે ગુજરાતમાં મહાવિનાશક ભૂકંપ, વીજળી અને પાણીની વિકટ સમસ્યાઓ જેવા મોટા પડકારો હતા, પરંતુ તેમણે દરેક પડકારને અવસરમાં પલટી નાખ્યો. તેમના જ નેતૃત્વમાં આજે કચ્છ સુધી નર્મદાના નીર પહોંચ્યા છે અને ગુજરાત વિશ્વભરમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે. ઉપરાંત, ગુજરાતમાં શરૂ થયેલા 'નિર્મળ ગુજરાત' અભિયાને પાછળથી દેશવ્યાપી 'સ્વચ્છ ભારત મિશન'નું રૂપ લીધું અને આજે ગુજરાત સેમીકોન હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો... Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત, મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે

'We will do it'નો નારો આપ્યો

વડાપ્રધાનના પ્રજાકલ્યાણના કાર્યોની સરાહના કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ હંમેશા ગરીબ કલ્યાણને કેન્દ્રમાં રાખ્યું છે. મહિલાઓ માટે ઉજ્જવલા યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ પારદર્શિતા સાથે છેવાડાના માનવી સુધી પહોંચી છે. યુવાઓ માટે ઇનોવેશન અને કૌશલ્ય વિકાસના નવા દ્વાર ખૂલ્યા છે. કોવિડ-19ની વૈશ્વિક મહામારી દરમિયાન ભારત સરકારે માત્ર પોતાના દેશવાસીઓનું રક્ષણ જ નથી કર્યું, પરંતુ વિશ્વના અનેક દેશોને રસી પૂરી પાડી હતી. તેમની આંતરરાષ્ટ્રીય સ્તરની નેતાગીરીના કારણે જ વિશ્વના 36 દેશોએ નરેન્દ્ર મોદીને પોતાના દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કર્યું છે. 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના ધ્યેય અને 'વિકસિત ભારત 2047'ના સંકલ્પને સાકાર કરવા તેમણે 'We will do it'નો નારો આપ્યો છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...