Surendranagar: સૌરાષ્ટ્રમાં પોલીસ અને ખુંખાર ગુનેગારો વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ હોય તેમ એક જ રાતમાં પોલીસ પર હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ બંને ઘટનાઓ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં બની હતી, જ્યાં અનુક્રમે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને સુરેન્દ્રનગર રેન્જ આઈજીની ટીમ પર આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં તન્વી ગોલ્ડમાં લૂંટ અને હત્યાના આરોપી અનુરાગસિંહે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું, જ્યારે સુરેન્દ્રનગરમાં ખુંખાર ગુનેગાર દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ બોરીચાએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો...ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

હુમલાની આ બંને ઘટનાઓમાં પોલીસે ગુનેગારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. રાજકોટમાં પોલીસે આરોપી અનુરાગસિંહના પગમાં ગોળી ધરબી દીધી હતી, જ્યારે સુરેન્દ્રનગરમાં પણ પોલીસે દેવેન્દ્ર બોરીચાના પગમાં ગોળી મારીને તેને ઝડપી પાડ્યો હતો. સદનસીબે આ બંને બનાવમાં કોઈ પણ પોલીસ કર્મચારીને ઈજા પહોંચી નથી, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા બંને ખુંખાર આરોપીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક આવેલા ગોસળ ગામ પાસે પોલીસ અને નામચિન ગુનેગાર વચ્ચે ફાયરિંગની  ઘટના સામે આવી છે. નાસતા ફરતા આરોપી દેવેન્દ્ર બોરીચા ઉર્ફે 'ડેંડુ'ને ઝડપવા ગયેલી રાજકોટ રેન્જ આઈજીની ટીમ પર તેણે હુમલો કરવાનો પ્રયાસ કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું.

સુદામડા ગામનો અનેક ગુનાઓમાં સંડોવાયેલો અને નાસતો ફરતો નામચિન આરોપી દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ડેંડુ સાયલાના ગોસળ પાસે પોલીસની પકડમાં આવ્યો હતો. આ દરમિયાન તેણે PSI ભાનુભાઈ મિયાત્રાની રિવોલ્વર આંચકી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ અને આરોપી વચ્ચે થયેલી ઝપાઝપી દરમિયાન રેન્જ PSI પૃથ્વીસિંહ મોરીએ પહેલા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને બાદમાં બીજી ગોળી આરોપી ડેંડુના પગમાં મારી હતી. પગમાં ગોળી વાગતાં ઈજાગ્રસ્ત થયેલા આરોપીને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં જ જિલ્લા SP, લીંબડી DySP, LCB અને SOGનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. SPના જણાવ્યા અનુસાર આરોપી વિરુદ્ધ અનેક પ્રોહિબિશન સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે.

Comments
Post a Comment