Skip to main content

ભાવનગરમાં હેકાથોન, ROBOFEST-GUJARAT 6.0 આજથી 9 ઓક્ટોબર સુધી:ગુજકોસ્ટે AI-રોબોટિક્સ સ્પર્ધાનું આયોજન કર્યું, દેશભરની 52 ટીમ ઉકેલશે સામાજિક પડકારો

https://ift.tt/2iyhLc8 ભાવનગરનું રીજનલ સાયન્સ સેન્ટર ખાતે રોબોટિક્સ અને ઇનોવેશનનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા ROBOFEST-GUJARAT 6.0 – “Engineering the Future” અંતર્ગત AI-Powered Robotics Innovation Challenge – Hackathonનું આયોજન 6થી 9 ઓક્ટોબર 2026 દરમિયાન ભાવનગરમાં સૌપ્રથમ વખત થયું છે. 36 કલાકની હેકાથોન યોજાશે આ અંગે ગુજકોસ્ટના ડાયરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આઈડીયેશન સ્ટેજ બાદ 52 ટીમોની પસંદગી કરવામાં આવી છે, જે ભાવનગર ખાતે યોજાનારી 36 કલાકની હેકાથોનમાં પોતાના નવીન વિચારોને કાર્યરત ટેકનોલોજી સોલ્યુશનમાં રૂપાંતરિત કરશે. ટીમો રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન, ઇલેક્ટ્રોનિક્સ તથા ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાસ્તવિક સામાજિક પડકારોના ઉકેલો વિકસાવશે., આ હેકાથોન માત્ર સ્પર્ધા પૂરતી મર્યાદિત ન રહેતા વિદ્યાર્થીઓને ડિઝાઇન, નિર્માણ, પરીક્ષણ, સુધારણા અને કાર્યરત સોલ્યુશનના પ્રદર્શનનો પ્રાયોગિક અનુભવ આપશે. મેન્ટર્સ અને નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ટીમો તેમના પ્રોજેક્ટની ટેકનિકલ શક્યતા, નવીનતા, વ્યવહારિક ઉપયોગિતા અને વિસ્તરણક્ષમતા પર કામ કરશે. 480 ટીમની નોંધણી, 100થી વધુ આઈડિયેશન રજૂ હેકાથોનને સમગ્ર દેશમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો, જેમાં 480 ટીમોએ નોંધણી કરાવી હતી અને 100થી વધુ આઇડિયેશન રજૂ કરવામાં આવ્યા હતા. સઘન મૂલ્યાંકન પ્રક્રિયા બાદ મુખ્ય હેકાથોન કાર્યક્રમ માટે 52 ઉત્કૃષ્ટ ટીમોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 9 જિલ્લાઓનું પ્રતિનિધિત્વ કરતી 37 ટીમો તેમજ 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો—મહારાષ્ટ્ર , પંજાબ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ—માંથી 15 ટીમોનો સમાવેશ થાય છે. દેશભરમાંથી મળેલો આ વૈવિધ્યસભર પ્રતિસાદ રોબોટિક્સ અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં યુવા ઇનોવેટર્સની વધતી જતી રુચિને પ્રતિબિંબિત કરે છે તેમજ યુવા-આધારિત નવીનતા અને સામાજિક પડકારોના ટેકનોલોજી આધારિત ઉકેલોને પ્રોત્સાહન આપવા ગુજરાતના પ્રયાસોને ઉજાગર કરે છે.. ઈનોવેટર્સને ટેકનોલોજી, નવીનતાના ક્ષેત્રે પડકારોથી સજ્જ ROBOFEST-GUJARAT 6.0 સ્પર્ધા Ideation થી Proof of Concept અને Prototype Development સુધીના તબક્કાવાર અભિગમ સાથે યોજાઈ રહી છે. આ હેકાથોન વિદ્યાર્થીઓને પોતાના વિચારોને વાસ્તવિક અને કાર્યરત ટેકનોલોજી સોલ્યુશનમાં રૂપાંતરિત કરવા માટેનું સઘન પ્લેટફોર્મ પૂરું પાડશે. હેકાથોન દરમિયાન યુવા ઇનોવેટર્સ, મેન્ટર્સ, શિક્ષણવિદો, ટેકનોલોજી નિષ્ણાતો અને રોબોટિક્સ ક્ષેત્રના નિષ્ણાતો એક સાથે આવીને નવીનતા, ટીમવર્ક અને સમસ્યા ઉકેલવાની ભાવનાને પ્રોત્સાહન આપશે. વિચારોથી રોબોટ્સ સુધીની સફર દ્વારા, ગુજકોસ્ટ નવી પેઢીના ઇનોવેટર્સને ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રે ભવિષ્યના પડકારો માટે સજ્જ કરશે. આ પ્રસંગે ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.ગીરીશ ગોસ્વામી, ડો.પાયલ પંડિત ઉપસ્થિત રહ્યા હતા..

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...