Skip to main content

Sardar Patel 151st Birth Anniversary: એકતા દિવસના અવસરે PM મોદી આપશે વિકાસ કાર્યોની ભેટ

PM Modi Gujarat Visit:  વડાપ્રધાનના કાર્યક્રમ મુજબ સવારે 9 વાગ્યે તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ સવારે 9:15 વાગ્યે એકતાનગરમાં વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. સવારે 9:35 વાગ્યે તેઓ બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લેશે.

દિવસના સવારના આ  કાર્યક્રમો બાદ સાંજે 5:15 વાગ્યે વડાપ્રધાન એકતા પથ માટે રવાના થશે. સાંજે 5:30 વાગ્યે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેશે. આ પરેડમાં વિવિધ સુરક્ષા દળો અને પોલીસ ટુકડીઓ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સરદાર પટેલના રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કરવામાં આવશે.
રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન એકતાનગરથી વડોદરા જવા માટે રવાના થશે. ત્યારબાદ રાત્રે 9:10 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા માટે પ્રસ્થાન કરશે. આમ, બે દિવસના ગુજરાત પ્રવાસ બાદ વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થશે.

PM મોદીનો 31 ઓક્ટોબરનો કાર્યક્રમ:

સવારે 9:00 – સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની ચરણવંદના
સવારે 9:15 – વિવિધ વિકાસકાર્યોની ભેટ
સવારે 9:35 – બોન્સાઈ ગાર્ડનની મુલાકાત
સાંજે 5:15 – એકતા પથ માટે રવાના
સાંજે 5:30 – રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ
રાત્રે 8:00 – એકતાનગરથી વડોદરા જવા રવાના
રાત્રે 9:10 – વડોદરાથી દિલ્હી જવા રવાના

અમિત શાહે તેમને આધુનિક ભારતના શિલ્પી કહ્યા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમની પોસ્ટમાં લખ્યું, "આધુનિક ભારતના શિલ્પી, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પ્રતીક, ભારતના લોખંડી પુરુષ, સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ." તેમણે કહ્યું કે તેમની અદમ્ય હિંમત અને દૂરંદેશીથી સરદાર પટેલે રજવાડા રાજ્યને એક કરીને મજબૂત ભારતનો પાયો નાખ્યો. તેમણે અખિલ ભારતીય સેવાઓનો પાયો નાખીને દેશની વહીવટી વ્યવસ્થા માટે મજબૂત પાયો પણ પૂરો પાડ્યો. અમિત શાહે ખેડા અને બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોના અધિકારો માટે સરદાર પટેલના સંઘર્ષને જાહેર સેવા અને નેતૃત્વનું અનોખું ઉદાહરણ ગણાવ્યું. તેમણે કહ્યું કે સરદારનું બલિદાન, સમર્પણ અને દેશભક્તિ ભવિષ્યની પેઢીઓને "એક ભારત, શ્રેષ્ઠ ભારત" બનાવવા માટે પ્રેરણા આપતી રહેશે.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ (રાષ્ટ્રીય એકતા દિવસ): અમિત શાહે સરદાર પટેલને તેમની 151મી જન્મજયંતિ પર દિલ્હીમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને X (ટ્વિટર) પર પોસ્ટ કર્યું કેસરદાર સાહેબે માત્ર દેશનો ઇતિહાસ જ નહીં પરંતુ દેશની ભૂગોળને એક મજબૂત માળખું પણ આપ્યું.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, 3 મહત્વના બિલ રજૂ કરાશે:ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક પસાર થતા 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે, ભાડા વિધેયક પણ રજૂ થશે

https://ift.tt/6v4NJiC ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્વના ગણાતા ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા કરાશે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ બિલ, 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. ટુકડા જમીનના વ્યવહારો દંડ કે પ્રીમિયમ વગર નિયમિત થઇ શકશ...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...