ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના લાખો કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મોટા અને આનંદના સમાચાર આપ્યા છે. ગુજરાત સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 2 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

હવે 60% ના દરે મળશે મોંઘવારી ભથ્થું

આ નિર્ણય બાદ હવે એસ.ટી. નિગમના કર્મચારીઓને 58% ના બદલે 60% ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ વધારાની સાથે જ કર્મચારીઓને તેમના બાકી નીકળતા મોંઘવારી ભથ્થાના એરિયર્સની (Arrears) પણ ચુકવણી કરવામાં આવશે, જેનાથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો...નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આનંદ

રાજ્યના ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી  હર્ષ સંઘવીએ પોતાના  સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેની જાણકારી શેર કરી હતી. તેમણે લખ્યું કે, "કર્મયોગીઓનું હિત એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા!" વધુમાં તેમણે ઉમેર્યું કે, આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ જી દ્વારા ગુજરાત એસ.ટી. નિગમના લાખો કર્મચારીઓના હિતમાં આ મોટો નિર્ણય લેવાયો છે. હું સરકારના આ કર્મચારી કલ્યાણકારી અભિગમને હૃદયપૂર્વક આવકારું છું.

સરકારના આ નિર્ણયથી એસ.ટી. નિગમના હજારો ડ્રાઇવર, કંડક્ટર અને ટેકનિકલ સ્ટાફ સહિતના કર્મચારીઓના માસિક પગારમાં સારો એવો વધારો જોવા મળશે.

મોંઘવારી ભથ્થું શું છે?
મોંઘવારી ભથ્થું (Dearness Allowance - DA) એ સરકારી અને જાહેર ક્ષેત્ર (Public Sector) ના કર્મચારીઓ તેમજ પેન્શનરોને ચૂકવવામાં આવતા પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સરળ શબ્દોમાં કહીએ તો, સમય જતાં વધતી જતી મોંઘવારીની અસરને પહોંચી વળવા અને કર્મચારીઓનું જીવનધોરણ જળવાઈ રહે તે માટે મૂળ પગાર (Basic Pay) ઉપરાંત વધારાના નાણાં આપવામાં આવે છે, તેને મોંઘવારી ભથ્થું (DA) કહેવાય છે. જેમ જેમ વસ્તુઓ અને સેવાઓના ભાવ વધે છે, તેમ તેમ નાણાંનું મૂલ્ય ઘટે છે. કર્મચારીઓની ખરીદશક્તિ જળવાઈ રહે તે માટે સરકાર સમયાંતરે DA માં વધારો કરે છે.

કોને મળે છે?
આ લાભ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ (કેન્દ્રીય અને રાજ્ય સરકાર), જાહેર ક્ષેત્રના સાહસો (જેમ કે એસ.ટી. નિગમ, બેંકો, વગેરે) ના કર્મચારીઓ અને પેન્શનરોને મળે છે. સામાન્ય રીતે ખાનગી ક્ષેત્રમાં આ રીતે અલગથી DA આપવાનો નિયમ હોતો નથી.

Comments
Post a Comment