Surat: સુરતના લીંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. લીંબાયત સ્થિત સહજાનંદ સોસાયટીમાં મિલકતની વહેંચણી અને ભાડાની આવકના વિવાદમાં મોટા પુત્રએ જ પોતાની સગી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

દુકાનોના ભાડાની આવક બની હત્યાનું કારણ

મળતી માહિતી અનુસાર, મૃતક મહિલા મલેશ્વરીના નામે ત્રણ દુકાનો આવેલી હતી, જેમાંથી દર મહિને અંદાજે 60 હજાર રૂપિયાની ભાડાની આવક થતી હતી. આ ભાડાની તમામ રકમ નાનો પુત્ર રાજુ મેળવતો હતો. આ બાબતને લઈને પરિવારમાં લાંબા સમયથી ઉગ્ર વિવાદ અને અણબનાવ ચાલી રહ્યો હતો. મોટા પુત્રની નજર માતાના નામે રહેલી આ ત્રણેય દુકાનો પર હતી.

આ પણ વાંચો...ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

આસપાસના વિસ્તાર અને સમાજમાં અરેરાટી

મિલકત અને પૈસાની લાલચમાં અંધ બનેલા મોટા પુત્રએ પોતાની સગી માતા મલેશ્વરી અને નાના ભાઈ રાજુ પર હુમલો કરી બંનેની કરપીણ હત્યા કરી નાખી હતી. એક જ પરિવારના બે સભ્યોની હત્યા થતા તેલુગુ સમાજ સહિત સમગ્ર લીંબાયત વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શનિવારે દુર્ઘટનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો

શનિવારે સુરત શહેરમાં માર્ગ અકસ્માત અને બેદરકારીના કારણે બનેલી બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં કાળજા કંપાવી દે તેવા સમાચાર સામે આવ્યા હતા. શહેરના અલગ-અલગ વિસ્તારમાં બનેલી આ ઘટનાઓમાં એક તરફ બેફામ દોડતા ડમ્પરે બે બહેનોને અડફેટે લેતાં એક યુવતીનું મોત નિપજ્યું હતું, તો બીજી તરફ નિર્માણાધીન સાઈટના પાણી ભરાયેલા ખાડામાં પડી જતાં બે માસૂમ બાળકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી.

ડમ્પરની ટક્કરે 22 વર્ષીય યુવતીનું મોત, એક બહેન ઈજાગ્રસ્ત
સુરત શહેરમાં ફરી એકવાર બેફામ ડમ્પર ચાલકનો કહેર જોવા મળ્યો હતો. ડાયમંડ સીટીમાં બે બહેનોને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. આ દર્દનાક અકસ્માતમાં 22 વર્ષીય નેહા પ્રસાદનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે તેની સાથે રહેલી નિકી પ્રસાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે અલથાણ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

ભેસ્તાનમાં લિફ્ટના ખાડામાં પડી જવાથી 2 માસૂમ ભાઈ-બહેનના મોત
બીજી તરફ સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ભગવતી ઈન્ડસ્ટ્રીઝ પાર્કમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન અત્યંત દુઃખદ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. નિર્માણાધીન સાઈટ પર લિફ્ટ માટે ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાયેલું હતું, જેમાં અચાનક પડી જવાથી 3 વર્ષના બાળક અલ્કેશ કટારા અને 2 વર્ષની બાળકી રીટા કટારાનું ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું હતું.

Comments
Post a Comment