Skip to main content

સાસણ-ગીરમાં આજથી સિંહ દર્શનનો પ્રારંભ:આ ત્રણ રંગના જ કપડાં પહેરવા, જંગલ સફારીના ચાર્જિસ અને સાસણ સુધી પહોંચવાની A TO Z માહિતી

https://ift.tt/kRmNZnq ગીર જંગલ વિસ્તારમાં એશિયાટિક સિંહોને નજીકથી જોવા માટે સાસણ અને દેવાળિયામાં આજે 9 ઓકટોબરથી જંગલ સફારીની શરૂઆત થઈ છે. દર વર્ષે ચોમાસાના વિરામ બાદ 16 ઓક્ટોબરથી શરૂ થતી જંગલ સફારી આ વર્ષે એક સપ્તાહ વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે સિંહ દર્શનની આતુરતાથી રાહ જોઈ રહેલા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. ગીરના ગાઢ જંગલમાં વિહરતા સાવજોને નિહાળવા માટે ગીર સફારીનો આનંદ માણવા માટે ત્યાં સુધી કેવી રીતે પહોંચવું, બુકિંગ કેવી રીતે કરવું અને જંગલ સફારીના ચાર્જિસ કેટલા રહેશે એ તમામ વિગતો દિવ્યભાસ્કરના આ અહેવાલમાં તમે જાણી શકશો. સૌપ્રથમ જુઓ સાસણ સફારી પાર્કમાં સિંહોને નજીકથી જોવાનો લ્હાવો સિંહ દર્શનના બે સ્થળો : સાસણ સફારી પાર્ક અને દેવળિયા સફારી પાર્ક સિંહ દર્શનના બે સ્થળોમાં સાસણ સફારી પાર્ક ગીર નેશનલ પાર્કનો મુખ્ય અભયારણ્ય વિસ્તાર છે, જ્યાં ખુલ્લી જીપ દ્વારા ઊંડા જંગલમાં સફારી કરાવવામાં આવે છે. અહીં કુદરતી અને પ્રાકૃતિક વાતાવરણમાં સિંહોને મુક્તપણે વિચરતા જોવાનો અદ્ભુત અનુભવ મળે છે. આ સફારી માટે ગુજરાત વન વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી અગાઉથી ઓનલાઇન પરમિટ લેવી ફરજિયાત છે. દેવળિયા સફારી પાર્ક સાસણથી લગભગ 12 કિમી દૂર આવેલો એક ખાસ સુરક્ષિત વિસ્તાર છે. અહીં નાના ક્ષેત્રમાં સિંહો રાખવામાં આવેલા હોવાથી ખૂબ જ ઓછા સમયમાં સિંહ દર્શન થાય છે. દેવળિયામાં મિની બસ તેમજ જીપ સફારી બંનેના વિકલ્પો ઉપલબ્ધ છે, જે ખાસ કરીને પરિવાર અને બાળકો સાથે આવતા પ્રવાસીઓ માટે ઉત્તમ ગણાય છે. આ બંને જગ્યાએ પ્રવાસીઓ પરિવાર સાથે વનવિભાગના વાહનમાં સિંહોને પોતાનાથી અમુક જ અંતરે નિહાળી શકે છે અને ફોન-કેમેરામાં ફોટો-વિડીયો પણ લઈ શકે છે. બંને સફારી પાર્કમાં ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી પર કોઈ પ્રતિબંધ નથી. આ ચાલું સિઝનમાં સવારે 6:30થી 9:30 અને બપોરે 3:00થી સાંજે 6:00 સુધી સિંહ દર્શનની સામે નક્કી કરવામાં આવેલો છે. વન વિભાગે પ્રવાસીઓને સત્તાવાર વેબસાઇટ પરથી જ બુકિંગ કરવા અપીલ કરી સાસણ વન્યપ્રાણી વિભાગના DCF અગ્નેશ્વરકુમાર વ્યાસે જણાવ્યું હતું કે પ્રવાસીઓએ વન વિભાગની સત્તાવાર વેબસાઇટ https://ift.tt/9vYsXES પરથી જ સફારીની પરમિટ બુક કરાવવી. સાસણ અને દેવળિયા સફારી પાર્ક કેવી રીતે પહોંચવું? સાસણ સફારી પાર્ક અને દેવળિયા સફારી પાર્ક સુધી રોડ માર્ગે સરળતાથી પહોંચી શકાય છે. પ્રવસીઓ ખાનગી વાહન, સરકારી વાહનો અને ટ્રેન મારફતે પહોંચી શકે છે. નેશનલ હાઇવે-48 પર જેતપુર અને સોમનાથથી મેંદરડા થઈ સાસણ પહોંચી શકાય છે, જ્યારે નેશનલ હાઈવે-51 સોમનાથ-ભાવનગર પર વાયા તાલાલા થઈ સાસણ પહોંચી શકાય છે. નજીકના બસ સ્ટેશન તાલાલા, મેંદરડા અને વિસાવદર છે, જ્યાંથી સરકારી અને ખાનગી વાહનો મળી રહે છે. નજીકનું રેલવે સ્ટેશન સાસણ ગીર (SASG) છે, જે જુનાગઢ અને વેરાવળ રેલવે સ્ટેશન સાથે સારી રીતે જોડાયેલું છે. આ રેલવે સ્ટેશન પર ત્રણ લોકલ ટ્રેનો જૂનાગઢ-વેરાવળ પેસેન્જર, વેરાવળ-જૂનાગઢ પેસેન્જર અને જૂનાગઢ-દેલવાડા પેસેન્જર ટ્રેન રોકાય છે. નજીકના એરપોર્ટમાં કેશોદ એરપોર્ટ 40 કિમી, દીવ એરપોર્ટ 90 કિમીના અંતરે છે. આ બંનેમાં દિવ એરપોર્ટ પરથી મુંબઈ, અમદાવાદની ફ્લાઇટ રેગ્યુલર મળે છે. રાજકોટ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હીરાસર) 200 કિમીના અંતરે આવેલું છે. સિંહ દર્શન કરવા જાઓ ત્યારે આ બાબતો ખાસ ધ્યાનમાં રાખો જો તમે સિંહ દર્શન કરવા સાસણ સફારી પાર્ક અને દેવળિયા સફારી પાર્ક જતાં હોવ તો અમુક બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સિંહ દર્શન સમયે કુદરતી અને ઝાંખા રંગના કપડાં જેવા ખાખી, ઓલિવ ગ્રીન, બ્રાઉન કે બેજ જેવા જંગલના વાતાવરણ સાથે ભળી જાય તેવા રંગના કપડાં પસંદ કરવા. લાલ, પીળો, નારંગી કે ચમકતો સફેદ જેવા તેજસ્વી રંગોના કપડાં ન પહેરવા, કારણ કે તે પ્રાણીઓનું ધ્યાન ખેંચે છે અને તેમને અસ્વસ્થ કરી શકે છે. આખી બાયના શર્ટ, ટી-શર્ટ અને ફુલ ટ્રાઉઝર કે પેન્ટ પહેરવા વધુ યોગ્ય છે. ચંપલ કે સેન્ડલના બદલે પગ પૂરા ઢંકાય તેવા આરામદાયક સ્પોર્ટ્સ શૂઝ કે સ્નિકર્સ પહેરવા. જીપમાં ઉડતી ધૂળથી મોં-નાક ઢાંકવા માટે રૂમાલ કે સ્કાફ, તડકાથી બચવા માટે સનગ્લાસ અને માથા માટે ટોપી સાથે રાખવી. આ ઉપરાંત સિંહ દર્શન સમયે સિંહ કે સિંહણ અચાનક ઉગ્ર થઈ વાહન પાસે આવે તો ઉત્તેજીત ન થવું અને વાહન નીચે ન ઊતરવું. આવા સમયે સાથે રહેલા વનકર્મીઓની સૂચનાઓનું ચુસ્ત પાલન કરવું.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...