Skip to main content

Vadodara: CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો

Vadodara: વડોદરા જિલ્લાના કરજણમાંથી એક રુંવાડા ઉભા કરી દે તેવી મોટી દુર્ઘટના બની છે.  કરજણ નેશનલ હાઈવે-48 પર આવેલા ટીંબા કંપની નજીક એક સીએનજી પંપ પર અચાનક પ્રચંડ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. જેના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પંપ પર ગેસ પુરાવા આવેલા એક ફોર-વ્હીલર વાહનમાં ગેસ લીકેજ થવાને કારણે આ જોરદાર ધડાકો થયો હતો.

અહીં જુઓ વીડિયો...Vadodara: વડોદરાના કરજણમાં સીએનજી કારમાં બ્લાસ્ટ, ગેસ ભરાવતી વખતે CNG સિલિન્ડર ફાટ્યો

અચાનક થયેલા આ ધડાકાને કારણે પંપ પર ભારે અફરાતફરી મચી ગઈ

નોંધનિય છે કે, આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કારનો મધ્ય અને પાછળનો ભાગ સંપૂર્ણપણે ઉડી ગયો હતો. કારમાં લગાવેલી સીએનજી ટેન્કના બે ટુકડા થઈ ગયા. ટેન્કનો એક ટુકડો પંપ પર જ પડ્યો હતો જ્યારે બીજો ટુકડો હવામાં ફંગોળાઈને દૂર જઈને પડ્યો. આ ગંભીર બ્લાસ્ટની ઝપેટમાં આવવાથી તેની પાછળ ઉભેલા અન્ય બે વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. અચાનક થયેલા આ ધડાકાને કારણે પંપ પર ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

આ પણ વાંચો....Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો

પંપના CNG વિભાગને બંધ કરવામાં આવ્યો

તો બીજી તરફ આ ઘટના બાદ પંપના CNG વિભાગને બંધ કરવામાં આવ્યો છે.કરજણ ફાયરની ટીમે આ મામલે તપાસ શરુ કરી છે. બ્લાસ્ટની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને પંપ પર હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સૌથી મોટી રાહતની વાત એ છે કે, જ્યારે કારમાં બ્લાસ્ટ થયો ત્યારે કોઈ વ્યક્તિ અંદર હાજર ન હતો જેથી જાનહાની ટળી. તમને જણાવી દઈએ કે,  નિયમ મુજબ CNG પુરાવતી વખતે મુસાફરો કારની બહાર ઊભા હોવાને કારણે કોઈપણ વ્યક્તિને ગંભીર ઈજા થઈ નથી, જેને પગલે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ સામે આવશે કે આખરે આ વિસ્ફોટ થવાનું કારણ શું હતું.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...