Skip to main content

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે

Shiyalbet fish landing center: ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની (કેબિનેટ) બેઠકમાં માછીમારોના હિતને ધ્યાનમાં રાખીને એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં આવેલા શિયાળબેટ ટાપુ પર એક નવું અને આધુનિક મત્સ્ય ઉતરાણ કેન્દ્ર એટલે કે ‘ફિશ લેન્ડિંગ સેન્ટર’ બનાવવાની સ્થાનિક લોકોની લાંબા સમયની માંગણી રાજ્ય સરકારે પૂરી કરી છે.

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણય અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારે શિયાળબેટ ખાતે આધુનિક સુવિધાઓ સાથેનું ફિશ લેન્ડિંગ સેન્ટર વિકસાવવાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

શા માટે શિયાળબેટ ટાપુ પર આ કેન્દ્રની જરૂર હતી?

પ્રવક્તા મંત્રીએ વિગતો આપતા કહ્યું કે, અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુની ભૌગોલિક સ્થિતિ એવી છે કે તે જમીન માર્ગથી જોડાયેલો નથી. આ ટાપુની કુલ વસ્તી 2,680 જેટલી છે, જેમાંથી 1,100 થી પણ વધુ લોકો સક્રિય રીતે માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીંના માછીમારો પાસે 154 જેટલી બોટ છે અને દર વર્ષે લગભગ 4,611 ટન જેટલું મબલખ મત્સ્ય ઉત્પાદન થાય છે.

જમીન માર્ગે ન જોડાયેલા હોવાના કારણે અહીંના માછીમારો અન્ય બંદરોનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નહોતા. તેમને ફરજિયાતપણે ટાપુની આસપાસ જ પોતાની બોટ પાર્ક કરવી પડતી હતી. આ ટાપુના લોકો માટે માછીમારી એ જ આવક અને ભરણપોષણનો એકમાત્ર વ્યવસાય છે. તેથી, તેમના માટે એક સુરક્ષિત અને સુવિધાયુક્ત ફિશ લેન્ડિંગ સેન્ટરની તાતી જરૂરિયાત હતી. રાજ્ય સરકારે તેમની આ જરૂરિયાતને પારખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

નવા કેન્દ્રમાં મળશે આધુનિક સુવિધાઓ

શિયાળબેટ ખાતે બનનારા આ નવા મત્સ્ય ઉતરાણ કેન્દ્રના વિકાસ પ્રોજેક્ટમાં ઘણી આધુનિક માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત ટાપુ પર પાઇલ જેટી, રીક્લેમેશન, સ્ટોન બન્ડ, પેવર બ્લોક સર્ફેસ અને ઇલેક્ટ્રિકલ સુવિધાઓ વિકસાવવામાં આવશે.

આ તમામ સુવિધાઓ ઉભી થવાથી માછલીનું હેન્ડલિંગ, તેનો સંગ્રહ, હરાજીની પ્રક્રિયા, માછલીઓને બગડતી અટકાવવા માટેનું સંરક્ષણ અને પરિવહનની બધી જ વ્યવસ્થાઓ હવે માછીમારોને એક જ સ્થળે ઉપલબ્ધ બનશે.

માછીમારોની આવક અને જીવનધોરણમાં સુધારો

રાજ્ય સરકારના આ નિર્ણયના અનેક દૂરગામી ફાયદાઓ થશે તે સ્પષ્ટ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ સુવિધાઓ મળવાથી માછલીના બગાડમાં મોટો ઘટાડો થશે. ઉપરાંત, માછીમારો માટે લાંબા અંતરે પોતાનો માલ પહોંચાડવો વધુ સરળ બનશે.

આના સીધા પરિણામ રૂપે, સ્થાનિક માછીમારોની આવક અને આજીવિકામાં નોંધપાત્ર વધારો થશે. તેમની સુરક્ષા વધશે અને એકંદર જીવનધોરણમાં મોટો સુધારો આવશે. સાથે જ, આ સુવિધાઓ વિકસવાથી આ વિસ્તારમાં રોજગારીની નવી તકો પણ ઊભી થશે, જે સરવાળે સમગ્ર વિસ્તારના વિકાસને વેગ આપશે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, 3 મહત્વના બિલ રજૂ કરાશે:ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક પસાર થતા 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે, ભાડા વિધેયક પણ રજૂ થશે

https://ift.tt/6v4NJiC ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્વના ગણાતા ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા કરાશે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ બિલ, 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. ટુકડા જમીનના વ્યવહારો દંડ કે પ્રીમિયમ વગર નિયમિત થઇ શકશ...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...