Skip to main content

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Idar PTC College: સાબરકાંઠાના ઈડરમાં આવેલી PTC કોલેજની પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળી આવતા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડા થયા છે. ટાંકીનું દૂષિત પાણી પીનાર 30 થી વધુ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યારે હડકવાની અસર થાય તે પહેલાં કુલ 70 પૈકી 35 વિદ્યાર્થીઓને વેક્સિન અપાઈ છે અને પ્રાંત અધિકારી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

ઈડરની PTC કોલેજ અને હોસ્ટેલના સંચાલકો તથા પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં પાણીની ટાંકીમાં મૃત શ્વાન હોવા છતાં ઘણા દિવસોથી તે જ પાણીનો વપરાશ થઈ રહ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. શૈક્ષણિક સંસ્થામાં પીવાના પાણીની સ્વચ્છતા અને સુરક્ષાના અભાવને કારણે વિદ્યાર્થિનીઓના જીવ જોખમમાં મુકાયા છે. લાંબા સમયથી મૃત શ્વાનવાળા પાણીનો ઉપયોગ થતો હોવા છતાં તંત્ર અને સંચાલકોની નજર કેમ ન પડી તે અંગે ગંભીર સવાલો સર્જાયા છે. આ દૂષિત પાણી પીવાથી અસરગ્રસ્ત થયેલી 30 થી વધુ વિદ્યાર્થિનીઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈડર પ્રાંત અધિકારી પોતે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા હડકવાની અસર થાય તે પહેલાં જ તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થિનીઓને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોલેજમાં કુલ 70 વિદ્યાર્થીઓ પૈકી અત્યાર સુધીમાં 35 વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી છે. પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળવાની ઘટનાએ સમગ્ર ઈડર પંથક અને વાલીઓમાં ભારે ખળભળાટ તથા ચિંતા ફેલાવી દીધી છે.

આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્ટેલોમાં પીવાના પાણીની નિયમિત ચકાસણી અને સ્વચ્છતા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. ભવિષ્યમાં આવી જીવલેણ બેદરકારી ફરી ન સર્જાય તે માટે જવાબદાર સંચાલકો સામે કડક કાર્યવાહી અને તમામ વિદ્યાર્થીઓની સંપૂર્ણ આરોગ્ય તપાસ અત્યંત જરૂરી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, 3 મહત્વના બિલ રજૂ કરાશે:ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક પસાર થતા 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે, ભાડા વિધેયક પણ રજૂ થશે

https://ift.tt/6v4NJiC ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્વના ગણાતા ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા કરાશે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ બિલ, 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. ટુકડા જમીનના વ્યવહારો દંડ કે પ્રીમિયમ વગર નિયમિત થઇ શકશ...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...