Skip to main content

Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ

Rajkot News: રાજકોટની જાણીતી ફાઈવ સ્ટાર 'સરાઝા' હોટલમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડીને મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ અને મોરબીના અગ્રણી ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને નબીરાઓની આ મહેફિલમાં પોલીસના ત્રાટકવાથી સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

પોલીસે ઘટનાસ્થળેથી બ્રેથ એનાલાઈઝર ટેસ્ટના આધારે તાત્કાલિક 38 વ્યક્તિઓ સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત, પાર્ટીમાં હાજર 92થી વધુ લોકોના બ્લડ સેમ્પલ લઈને આગળની કાયદેસરની તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો...Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ

મોટા માથાઓ અને જાણીતી હસ્તીઓની હાજરીથી ખળભળાટ
તપાસ દરમિયાન હોટલ પરિસરમાંથી દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે મોંઘીદાટ ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી છે. જેમાં વરમોરા ગ્રુપના નામે રજિસ્ટર્ડ થયેલી ફોર્ચ્યુનર કાર (GJ-36-AP-5834) પણ મળી આવી છે. પાર્ટીના મહેમાનોની યાદીમાં મનીષ વરમોરા અને મીરા વરમોરાના નામ સામે આવતા મોરબી-રાજકોટના ઉદ્યોગજગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સિવાય રાજકોટના જાણીતા બિલ્ડર ધીરુભાઈ રોકડના પુત્ર ચેતન રોકડ તેમજ અમદાવાદની એક મહિલા એક્ટર સહિત અનેક ધનવાન પરિવારો અને જાણીતા ચહેરાઓ આ પાર્ટીમાં હાજર હોવાનું સામે આવ્યું છે.

હોટલના પાર્કિંગમાં 50થી વધુ લક્ઝરી કાર

સરાઝા હોટલના પાર્કિંગમાં 50થી વધુ લક્ઝરી કાર જોવા મળી હતી. જેમાં ડેકોરા ગ્રુપની બે વોલ્વો કાર પણ પાર્કિંગમાં હોવાનું સામે આવ્યું હતું. આ બંને કારના નંબર GJ03 LG 5222 અને GJ03 QG 5222 છે. પાર્ટીમાં શહેરના નામાંકિત બિલ્ડરો અને ઉદ્યોગપતિઓના પરિવારજનો હાજર હોવાની ચર્ચા છે.

મીડિયાને જોઈ નબીરાના સગા-સંબંધીઓ ભાગ્યા, જામીન માટે દોડધામ
દરોડાની બાતમી મળતા જ તાલુકા પોલીસ સ્ટેશન બહાર નબીરાઓના સગા-સંબંધીઓની ભારે ભીડ જામી હતી. જામીન અપાવવા માટે લોકો પોતાની ગાડીઓની આર.સી. બુક (RC Book) લઈને દોડી આવ્યા હતા. જોકે, પોલીસ સ્ટેશને મીડિયાના કેમેરા જોઈને અનેક નબીરાના સગાઓ મોં છુપાવીને ભાગતા નજરે પડ્યા હતા.

જામીન માટે આર.સી. બુક લઈને પહોંચેલા હિતેશભાઈ પટેલ નામના શખ્સે જણાવ્યું હતું કે, "મને ડ્રાઈવરે ફોન કરીને કહ્યું એટલે હું આર.સી. બુક લઈને આવ્યો છું. મને ખુદને ખબર નથી કે હું કોના જામીન કરાવવા માટે આવ્યો છું."

રાજકોટ તાલુકા પોલીસે હાલ તમામ 38 આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, બ્લડ સેમ્પલના રિપોર્ટના આધારે આગળની વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, 3 મહત્વના બિલ રજૂ કરાશે:ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક પસાર થતા 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે, ભાડા વિધેયક પણ રજૂ થશે

https://ift.tt/6v4NJiC ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્વના ગણાતા ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા કરાશે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ બિલ, 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. ટુકડા જમીનના વ્યવહારો દંડ કે પ્રીમિયમ વગર નિયમિત થઇ શકશ...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...