ગાંધીનગરના યુવાનો માટે નોકરીની સોનેરી તક:જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે 17મી ઓક્ટોબરે રોજગાર ભરતીમેળો યોજાશે,ધો.12 પાસ અને સ્નાતકો ભાગ લઈ શકશે
https://ift.tt/04VrZeu ગાંધીનગર જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનો માટે પોતાની કારકિર્દી ઘડવાની સુવર્ણ તક સામે આવી છે. ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારીની યોગ્ય તકો પૂરી પાડવાના શુભ આશયથી આગામી તા. 17મી ઓક્ટોબરના રોજ એક વિશાળ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં વિવિધ ક્ષેત્રના અગ્રણી નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને લાયકાત ધરાવતા યોગ્ય તથા કુશળ ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી હાથ ધરશે. 17મી ઓક્ટોબરે સેક્ટર-11 ખાતે યોજાશે મેળો ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરીની સત્તાવાર યાદી મુજબ, આ ભરતીમેળો આગામી ૧૭મી ઓક્ટોબરના રોજ સવારે 10.30 કલાકે યોજાશે. ભરતીમેળાનું સ્થળ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘સી’ વિંગ, પહેલો માળ, સહયોગ સંકુલ, પથિકાશ્રમ પાસે, સિવિલ હોસ્પિટલ સામે, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે નિર્ધારિત કરવામાં આવ્યું છે. લાયકાત અને વયમર્યાદાના માપદંડ આ રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા માટે ઉમેદવારની વયમર્યાદા 18થી 45 વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ-12 પાસ તેમજ કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક (Graduate) થયેલા શારી...