<p><strong>Rain News:</strong> છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 90 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે, સૌથી વધુ વડોદરા અને વિસાવદરમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદ વરસતાં ઠેર ઠેર પાણી ભરાયા અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે 25થી વધુ જિલ્લાઓમાં વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે.</p> <p>હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે, આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં હળવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. </p> <p>રાજ્યમાં આ સિઝનમાં જોરદાર વરસાદ ખાબક્યો છે. આંકડા પ્રમાણે, આ વખતે રા...