અમદાવાદઃ કેરળમાં નેઋત્યનું ચોમાસું ત્રણ દિવસ વહેલું જ શરુ થઈ ગયું હતું ત્યારે હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને વરસાદ કેવો થશે તેને લઈ અમદાવાદ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ સારો રહેશે એવું અનુમાન કર્યું છે.

હવામાન વિભાગની આગાહીઃ
આજે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, આ વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે. આ વર્ષે દેશમાં 103 ટકા સરેરાશ વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસાની શરુઆત થઈ જશે. જૂન મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ વર્ષે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે. આ સાથે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, આગામી પહેલી અને બીજી જૂનના રોજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. ત્યાર બાદ બે દિવસ બાદ ગરમીથી આંશિક રાહત રહેશે.

ઉલ્લેખનીય છે કે, કેરળમાં નેઋ...