<p><strong>Rain In Gujarat:</strong> રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને હજુ પણ આગામી પાંચ દિવસે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત પર બનેલા સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વલસાડ, સુરત, નવસારી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદ અને પવનના કારણે માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. માંડવી, મુન્દ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના તાલુકામાં મેઘમહેર થઈ છે. આવો જોઈએ ક્યાં કેટલો વરસાદ પડ્યો....</p> <p><strong>છેલ્લા ...