RTOનો ટેસ્ટ ટ્રેક માથાનો દુખાવો બન્યો!:જીસ્વાનના ધાંધિયા બાદ વીજપુરવઠો ખોરવાતાં 250થી વધુ એપોઇન્ટમેન્ટ રિશિડ્યૂલ; મુંબઈથી આવેલા અરજદારને ચોથો ધક્કો થયો
https://ift.tt/KCPFa6E વડોદરા પ્રાદેશિક વાહન-વ્યવહાર કચેરી ખાતે નવા AI ટ્રેકની કામગીરી શરૂ થતા મેઈન ઓફિસથી ટેસ્ટ ટ્રેક ઓફિસ તરફ જતું મુખ્ય વીજ કેબલ કટ થતા આજે (30 જૂન) 250થી વધુ અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે નથી. છેલ્લા એક મહિનામાં 10 દિવસથી વધુ ટ્રેક જીસ્વાન કનેક્ટિવિટી ખોરવાતા ટેસ્ટ ટ્રેક બંધ રહ્યો હતો, જેના કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બે દિવસની રજા બાદ ફરી ટેસ્ટ ટ્રેક બંધ રહેતા આજે પણ અરજદારોને ધરમનો ધક્કો ખાવાનો વારો આવ્યો છે. આજે મારે આ ચોથો ધક્કો થયોઃ દિપક શર્મા આ અંગે મુંબઈથી આવેલા અરજદાર અને વડોદરાના વતની દિપક શર્માએ જણાવ્યું હતું કે, આજે મારે આ ચોથો ધક્કો થયો છે. હું બે મહિના અગાઉ આવ્યો હતો, ત્યારે પણ સર્વર ઈશ્યૂમાં મારી અપોઇમેન્ટ રિશિડ્યુઅલ કરવામાં આવી હતી. હું મુંબઈ નોકરી કરું છું તો મારે ફરી બોમ્બે જવું પડ્યું હતું. પછી બે મહિના બાદ અપોઇમેન્ટ લીધી અને આજે ફરી કઈ કામ ચાલુ છે. ‘હું બાઇક ચલાવી શકતો નથી’ વધુમાં કહ્યું કે, મુંબઈમાં મારે લાઇસન્સ વગર મુશ્કેલી પડે છે. હું બાઇક ચલાવી શકતો નથી. મારે આજે ફરી અહીં ધક્કો ખાવો પડ્યો છે. મુંબઈથી આવવું અને મારા ...