Gujarat Corona Update: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સતત બીજા દિવસે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર પહોંચ્યો છે. આજે વધુ નવા 547 કેસ નોંધાયા છે. આજે 419 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 12,18,042 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.86 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 70,872 રસીના ડોઝ અપાયા હતા.

આજે ક્યાં કેટલા કેસ નોંધાયા?
રાજ્યમાં આજે નોંધાયેલા 547 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 222, સુરત કોર્પોરેશન 82, વડોદરા કોર્પોરેશન 46, રાજકોટ કોર્પોરેશન 15, ગાંધીનગર કોર્પોરેશન 16, જામનગર કોર્પોરેશન 13, ભાવનગર કોર્પોરેશનમાં 7 કેસ નોંધાયા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ જોઈએ તો, સુરતમાં 11, વલસાડમાં 22, મહેસાણા અને નવસારીમાં 18-18 ક...