https://ift.tt/ph1MAvB દેવોસ (સ્વિટ્ઝર્લેન્ડ) ખાતે યોજાઈ રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં ગુજરાત સરકારે વૈશ્વિક મંચ પર પોતાની શક્તિ અને તૈયારીનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતની ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ત્રણ દિવસ દરમિયાન વૈશ્વિક ચેરમેન, CEO, રોકાણકારો અને બહુરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે 30થી વધુ બેઠક યોજી હતી. WEF 2026માં ગુજરાતની આ પ્રથમ સંરચિત અને હાઇ-લેવલ ભાગીદારી રાજ્યની ઝડપી વિકાસગતિ, વૈશ્વિક સહયોગ માટેની તૈયારી અને ‘વિકસિત ગુજરાત@2047’ના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વિઝનને મજબૂત રીતે રજૂ કરે છે. સેમિકન્ડક્ટરથી AI સુધી વ્યૂહાત્મક ચર્ચા સેમિકન્ડક્ટર, એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે Micron, Tata Electronics, NVIDIA, OpenAI, IonQ સહિતની વૈશ્વિક કંપનીઓ સાથે ચર્ચાઓ થઈ. સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન, AI-આધારિત નવીનતા અને ક્વાન્ટમ ટેકનોલોજી માટે ભાગીદારીના માર્ગો પર વિચારવિમર્શ થયો. ડેટા સેન્ટર, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ ટેક IBM, Cognizant, Johnson Controls સહિતના દિગ્ગજ સાથે ડેટા સેન્ટર્સ, ટેલિકોમ, સ્માર્ટ ઇન્ફ્રા...