<p><strong>Ahmedabad And Gandhinagar Rain:</strong> અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધીમીધારે પધરામણી કરી છે. વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતાં સવારે નોકરીએ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગે શહેરમાં સવારે 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.</p> <p><iframe title="ABP Asmita | Ahmedabad Rath Yatra 2026 LIVE Update | Gujarat Monsoon | Gujarat Politics | LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો, જે સવાર સુધી સતત જારી રહ્યો હતો. પશ્ચિમ અમદાવાદના એસજી હાઈવે, થલતેજ, પકવાન, સોલા, સાયન્સ સિટી, ગોતા, બોપલ, ઘૂમા અને સ...